રફાલ 100 કિમીની હદમાં 40 ટાર્ગેટ શોધે છે

પેરિસ, તા. 8 : રાફેલ વિમાનના ભારતમાં આવ્યા બાદ ભારતીય હવાઈ ક્ષેત્રમાં ભારતની તાકાત અનેકગણી વધી જશે. હવાઈ ક્ષેત્રમાં ભારતનું પ્રભુત્વ થઇ જશે. એમ માનવામાં આવે છે કે, રાફેલથી ભારતને એક નવી પ્રકારની શક્તિ મળી જશે. રાફેલ અનેક લોલેન્ડ જામર, 10 કલાક સુધીની  ડેટા રેકોર્ડિંગ, ઇઝરાયેલી હેલ્મેટવાળા ડિસ્પ્લે, અનેક વિશેષતા ધરાવનાર રડાર વોર્નિંગ રિઝિવર, ઇફ્રારેડ સર્ચ અને ટ્રાકિંગ સિસ્ટમ જેવા ક્ષમતાઓ ધરાવે છે. 27મી ફેબ્રુઆરીના દિવસે ડોક ફાઇટ દરમિયાન ભારતના મિગ બાયસન દ્વારા પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. આ જેટ વિમાન પાકિસ્તાને અમેરિકા પાસેથી ખરીદ્યું હતું. જો રાફેલ અને એફ-16ની સરખામણી કરવામાં આવે તો રાફેલ તેના કરતા અનેકગણુ શક્તિશાળી છે. રાફેલના રડાર સિસ્ટમ એફ-16 કરતા ખુબ મજબૂત છે. એફ-16 રડાર સિસ્ટમ 84 કિલોમીટરની હદમાં 20 ટાર્ગેટની ઓળખ કરે છે જ્યારે રાફેલ 100 કિલોમીટરની હદમાં 40 ટાર્ગેટ નક્કી કરે છે. રાફેલ સ્કાલ્પ મિસાઇલો સાથે ઉંડાણ ભરી શકે છે જે આશરે 300 કિલોમીટરના અંતર સુધી લક્ષ્યાંક પર ત્રાટકી શકે છે જ્યારે એફ-16ની વધુમાં વધુ ક્ષમતા 100 કિલોમીટર સુધી ત્રાટકવાની રહેલી છે. રાફેલ વિમાન મળી ગયા બાદ ભારત પાકિસ્તાન ઉપર તથા ચીન ઉપર મજબૂત સ્થિતિ મેળવી લેશે અને સરહદ પાર આતંકવાદી ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખી શકશે. ભારતને મળનાર રાફેલ જેટમાં ભારતની માંગ મુજબ છ સુધારા કરવામાં આવ્યા છે જેમાં રડાર વોર્નિંગ રિઝિવર, લોબેન્ડ જામર્સ, 10 કલાકના ધલાઇટ ડેટા રેકોર્ડિંગ, ઇફ્રારેડ સર્ચ, ટ્રાકિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. 10 કીટીઓર મિસાઇલોથી સજ્જ રાફેલ વિમાન 120 કિલોમીટરના અંતરથી એફ-16ને ફૂંકી મારવામાં સક્ષમ છે. રાફેલ અને પાકિસ્તાની એફ-16ની વાત કરવામાં આવે તો રાફેલ વિમાન પાકિસ્તાની વિમાન કરતા અનેકગણુ વધુ શક્તિશાળી છે. આવનાર સમયમાં ભારત બાલાકોટ જેવા ઓપરેશન જ્યારે પણ પાર પાડશે ત્યારે તેને પાકિસ્તાન પર લીડ મેળવી લેવામાં ખુબ ફાયદો થશે.
ભારતની માગણી મુજબ ફેરફાર 
ભારતને મળનાર રાફેલ જેટમાં ભારતની માંગ મુજબ જ છ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. રાફેલ વિમાનના ભારતમાં આવ્યા બાદ ભારતીય હવાઈ ક્ષેત્રમાં ભારતની તાકાત અનેકગણી વધી જશે. હવાઈ ક્ષેત્રમાં ભારતનું પ્રભુત્વ થઇ જશે. 59000 કરોડના ખર્ચે રાફેલ જેટ વિમાન મેળવવાની સમજૂતિ થઇ છે. ભારતની સંરક્ષણ જરૂરિયાતાને લઇને આ ફેરફાર થયા છે જે નીચે મુજબ છે. 
* ઇઝરાયેલી હેલ્મેટ માઉન્ટેન્ડ ડિસ્પ્લે રહેશે 
* રડાર વોર્નિંગ રિસિવર્સની સુવિધા 
* લોબેન્ડ જામર્સની સુવિધા રહેશે 
* 10 કલાક સુધી ધલાઇટ ડેટા રેકોર્ડિંગની વ્યવસ્થા રહેશે 
* ઇફ્રારેડ સર્ચની વિશેષ સુવિધા 
* ટ્રાકિંગ સિસ્ટમની વિશેષ સુવિધા રહેશે
રફાલને કોઇપણ મિશન પર મોકલી શકાય છે
ભારતના સંરક્ષણમંત્રી રાજનાથાસિંહને આજે ફ્રાંસના પાટનગર પેરિસમાં આયોજિત ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમમાં પ્રથમ રાફેલ ફાઇટર જેટ વિમાન સોંપી દેવામાં આવતા આને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. રાફેલને મેળવવા માટે સંરક્ષણમંત્રી રાજનાથાસિંહ પોતે વાઇસ ચીફ માર્શલ હરજીતાસિંહ અરોરા સાથે ફ્રાંસના બોર્ડોક્સ સ્થિત એરબેઝ પહોંચ્યા હતા જ્યાં હેન્ડઓવર કાર્યક્રમ હેઠળ તેમને પ્રથમ રાફેલ જેટ સોંપવામાં આવ્યું હતું. બોર્ડોક્સ પહોંચ્યા બાદ રાફેલનું નિર્માણ કરનાર કંપની દસા એવિએશનના સીઈઓ એરિક ટ્રેમ્પિયર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાફેલ જેટ અને પાકિસ્તાની એફ-16 વિમાનમાં કોણ કેટલું તાકાતવર છે તે નીચે મુજબ છે. 
રફાલ વિમાનની તાકાત 
* રાફેલ એક એવું યુદ્ધ વિમાન છે જે દરેક મિશન ઉપર મોકલી શકાય છે 
* એક મિનિટમાં 60000 ફૂટની ઉંચાઈ સુધી જઇ શકે છે 
* વિમાનની ધયુઅલ ક્ષમતા 17000 કિલોગ્રામની છે 
* રાફેલ જેટ દરેક પ્રકારના હવામાનમાં એક સાથે અનેક કામ કરવામાં સક્ષમ છે જેથી તેને મલ્ટીરોલ ફાઇટર વિમાન કહેવામાં આવે છે 
* વિમાનમાં સ્કાલ્પ મિસાઇલો છે જે હવાથી જમીન ઉપર 600 કિમી સુધી ત્રાટકવામાં સક્ષમ છે 
* રાફેલની પ્રહાર કરવાની ક્ષમતા 3700 કિલોમીટરની છે જ્યારે સ્કાલ્પની રેંજ 300 કિમીની છે 
* આ વિમાન એન્ટી શીપ એટેકથી લઇને પરમાણુ હુમલા, ક્લોઝ એરસપોર્ટ અને લેસર ડાયરેક્ટ લોંગરેંજ મિસાઇલ હુમલા કરી શકે છે 
* રાફેલ વિમાન 24500 કિલો સુધી વજન લઇ જવામાં સક્ષમ છે અને 60 કિલોમીટરની ઉંડાણ વધારાની ફરી શકે છે 
* તેની ગતિ 2223 કિલોમીટર પ્રતિકલાકની છે પાકિસ્તાની એફ-16 વિમાનની તાકાત
* પાકિસ્તાની એફ-16 વિમાન 4220 કિમી સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે 
* રાફેલની ગતિ 1912 કિલોમીટર પ્રતિકલાકની છે જ્યારે એફ-16ની ગતિ 1470 કિલોમીટર પ્રતિકલાકની છે 
* પ્રથમ એફ-16 વિમાન 1973માં બન્યુ હતુ જ્યારે રાફેલ 1986માં બન્યું છે 
* એફ-16માં એઇમ-120 સી મિસાઇલો છે જે 80 કિલોમીટર સુધી ત્રાટકી શકે છે 
* એફ-16 વિમાનનું વજન 9. ટન છે જ્યારે તે માત્ર 21.7 ટન વજન લઇને ઉંડાણ ભરી શકે છે.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer