આ વર્ષે ફક્ત એક જ નેનો વેચાઈ

આ વર્ષે ફક્ત   એક જ નેનો વેચાઈ
નવી દિલ્હી, તા. 9 : વાહનો બનાવતી દેશની મુખ્ય કંપની ટાટા મોટર્સે આ વર્ષના પ્રથમ નવ મહિનામાં ઓછી કિંમતવાળી પોતાની નેનો કારના એક પણ કારનું ઉત્પાદન કર્યું નથી. કંપનીએ ફક્ત ફેબ્રુઆરીમાં એક કાર વેચી છે. જોકે, ટાટા મોટર્સે અધિકૃત રીતે આ મૉડેલ બંધ કરવા વિશે કોઈ ઘોષણા કરી નથી. કંપનીના અધિકારીઓએ સંકેત આપ્યા છે કે નેનોનું ઉત્પાદન અને વેચાણ એપ્રિલ, 2020થી બંધ થશે.

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer