વરલીમાં સૌથી વધુ ઉમેદવાર

વરલીમાં સૌથી વધુ ઉમેદવાર
મુંબઈ, તા. 9 : આદિત્ય ઠાકરેની ઉમેદવારીને લઈ ચર્ચામાં આવેલા વરલી મતદાર સંઘમાં સર્વાધિક ઉમેદવાર છે. ઉમેદવારીપત્રક પાછા ખેંચી લેવાના છેલ્લા દિવસ પછી હવે આ મતદાર ક્ષેત્રમાં 13 ઉમેદવારો છે.
વરલીના 13 ઉમેદવારો સહિત ધારાવી, સાયન, કોલીવાડા, ભાયખલા અને મુંબાદેવી - દરેક મતદાર સંઘમાં 11 ઉમેદવાર તો મલબાર હિલમાં 10 ઉમેદવાર, કોલાબામાં આઠ, વડાલામાં છ તો માહિમ મતદાર ક્ષેત્રમાં સૌથી ઓછા ચાર ઉમેદવાર મેદાનમાં છે. આદિત્ય ઠાકરે સામે વધુ ઉમેદવારો હોઈ ચૂંટણી રસપ્રદ બની છે. નવમી નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત પૂરી થાય છે. 21મી અૉક્ટોબરે ચૂંટણી  છે અને 24 અૉક્ટોબરે પરિણામો છે.

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer