હર્ષદ મહેતાના રૂા. 476 કરોડ જઇઈંમાં રોકવા હાઈ કોર્ટનો આદેશ

હર્ષદ મહેતાના રૂા. 476 કરોડ  જઇઈંમાં રોકવા હાઈ કોર્ટનો આદેશ
મુંબઈ, તા. 9 : મુંબઈની વડી અદાલતે સિક્યોરિટી કૌભાંડના આરોપી હર્ષદ મહેતાનાં પત્ની જ્યોતિ મહેતાના રૂા. 476.63 કરોડનું સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયામાં એક વર્ષ માટે 
રોકાણ કરવા કસ્ટોડિયનને આદેશ આપ્યો છે. જ્યોતિ મહેતા પાસેથી આવકવેરા વિભાગ દ્વારા 1991-92ના વર્ષ માટે વસૂલાયેલા ટૅક્સની આ રકમ રહી છે જે માટે તેણીએ અપીલ ફાઈલ કરી હતી.
ઈન્કમ ટૅક્સ એપેલેટ ટ્રિબ્યૂનલ (આઈટીએટી)એ મહેતાની રકમના રિફંડ માટેની અપીલ સપ્ટેમ્બરમાં માન્ય રાખી હતી અને આવકવેરા વિભાગને તે રકમ પાછી કરવા આદેશ આપ્યો હતો. કસ્ટોડિયને ટાંચ મારેલા જ્યોતિના એકાઉન્ટમાં જમા કરાયેલા રકમ અંગે સમર્થન આપ્યું હતું. અદાલતે હર્ષદ મહેતાના ભાઈ અશ્વિન મહેતાની વિનંતી પ્રમાણે કસ્ટોડિયનને તે રકમનું સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયાના એકાઉન્ટમાં રોકાણ કરવા આદેશ આપ્યો હતો.
ન્યાયમૂર્તિ એ. કે. મેનનની બેન્ચને 4થી અૉક્ટોબરે કસ્ટોડિયનનો અહેવાલ સાંભળતી વેળાએ જણાવવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બરમાં મહેતાની અપીલને સફળતા મળ્યા બાદ આઈટી વિભાગે રૂા. 476.63 કરોડ જેટલી રકમ પરત કરી દીધી હતી.
કસ્ટોડિયને જણાવ્યું હતું કે પાંચ બૅન્કો પાસેથી તેને આ મુજબની દરખાસ્તો મળી હતી અને પછી તેનું એસબીઆઈમાં રોકાણ કરવાનો નિર્ણય લેવાયો હતો, કારણ કે એસબીઆઈની અૉફર સૌથી ઊંચી અને આકર્ષક હતી. વડી અદાલતે તે અંગેની પરવાનગી આપી હતી અને કસ્ટોડિયનના અહેવાલનો નિકાલ કરી દીધો હતો.

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer