અયોધ્યા કેસ : નાહકનાં નિવેદનોથી દૂર રહેવા અને એખલાસ જાળવવા પ્રધાનોને મોદીની તાકીદ

નવી દિલ્હી, તા. 7:અયોધ્યા કેસ અંગે સર્વોચ્ચ અદાલતનો ચૂકાદો આવવા પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળને આ વિષયે બિનજરૂરી નિવેદનો કરવાથી દૂર રહેવા અને દેશમાં એખલાસ જાળવવા અનુરોધ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મંત્રીમંડળની બેઠકમાં મોદીએ જણાવ્યું હતું કે દેશમાં એખલાસ, સંવાદિતા જળવાયેલા રહે તે દરેકની જવાબદારી છે. સર્વોચ્ચ અદાલત આ પ્રશ્ને તા. 17 મે કે તે પહેલાં ચૂકાદો આપે તેવી શકયતા છે. અયોધ્યામાંની વિવાદિત ભૂમિ અંગે અલ્હાબાદ હાઈ કોર્ટે 2010માં ચૂકાદો આપ્યો ત્યારે સરકાર, રાજકીય પક્ષો અને નાગરી સમાજે સમાજમાં ફાટફૂટ સર્જવાના પ્રયાસોને કઈ રીતે રોકયા હતા તે બાબતની યાદ પીએમ મોદીએ મન કી બાતના છેલ્લા મણકામાં અપાવી હતી.

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer