ઇદ-એ-મિલાદનું જુલૂસ : BMCએ રૂા. બે કરોડ મંજૂર કર્યા

મુંબઈ, તા. 8 : ભાયખલ્લાના ખિલાફત હાઉસથી નીકળી સીએમએમટીના હજ હાઉસ નજીક પૂરા થનાર ઇદ-એ-મિલાદ-નબી જુલૂસ નીકળવાને રવિવારે 100 વર્ષ પૂરાં થઈ રહ્યા છે ત્યારે મુંબઈ નગરપાલિકાએ તે નિમિત્તે `હેલ્થ કેમ્પસ' અને ખાદ્ય વાનગીઓનું વિતરણ કરવા પ્રતિ વર્ષ માટે રૂા. બે કરોડ મંજૂરી કરવાનો નિર્ણય કર્યો છે.
ભૂતકાળમાં બીએમસીએ ગણેશોત્સવ જેવા તહેવાર માટે ભંડોળ આપ્યું છે ત્યારે અૉલ ઇન્ડિયા ખિલાફત કમિટીએ તેના જુલૂસ માટે માગણી કરતા સ્થાયી સમિતિના ચેરમેન યશવંત જાધવે આ વિષયે બુધવારે દરખાસ્ત રજૂ કરી હતી જેને મંજૂરી આપવામાં આવી હતી.
અૉલ ઇન્ડિયા ખિલાફત કમિટીના કાર્યવાહી ચેરમેન સરફરાઝ આરઝુએ કહ્યું હતું કે બંને જુલૂસ અને ખિલાફત આંદોલનનું આ શતાબ્દી વર્ષ ગણાય. તેમણે આ માટે ભંડોળ મંજૂર કરવા પાલિકાનો સંપર્ક કર્યો હતો. મેયરે મિટિંગ બોલાવવા પત્ર મોકલ્યો હતો, જેમાં બીએમસીની સ્થાઈ સમિતિના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા. 

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer