ભૂલભૂલૈયા ની સિકવલ સાથે હવે તબુ જોડાઈ

ભૂલભૂલૈયા ની સિકવલ સાથે હવે તબુ જોડાઈ
2007માં બનેલી હોરર કોમેડી ફિલ્મ ભૂલભૂલૈયાની સિકવલ બની રહી છે. મૂળ ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન અને શાઇની આહુજા હતાં. જયારે સિકવલમાં કાર્તિક આર્યન અને કિઆરા અડવાણીને લેવામાં આવ્યાં છે. અનીઝ બઝમી દિગ્દર્શિત આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને હવે તેની સાથે તબુ જોડાઈ છે. તબુ અત્યાર સુધી આ ફિલ્મના મેકર્સ સાથે વાત કરતી હતી. જોકે, તેને ફિલ્મની પટકથા અને પોતાની ભૂમિકા ગમી હતી. આગામી જાન્યુઆરી મહિનાના ત્રણ મહિનાના શૂટિંગ શિડયુલમાં તે જોડાશે. આ માટે કલાકાર કસબીઓ લંડન અને રાજસ્થાન જશે. 
2017ની હોરર કોમેડી ફિલ્મ ગોલમાલ અગેનમાં તબુ ભૂત સાથે વાત કરી શકતી એના મેથ્યુની ભૂમિકા ભજવી હતી. ભૂલભૂલૈયા અને ગોલમાલ અગેનમાં વાત ભલે ભૂતની હોય, પરંતુ બંનેની સંકલ્પના અલગ છે. આ બંને ફિલ્મ કે બંને ફિલ્મોનાં તબુનાં પાત્ર વચ્ચે પણ સામ્યતા નથી. ભૂલભૂલૈયા સાઇકોલોજિકલ થ્રિલર હતી અને તેમાં કોમેડીનો તડકો હતો. જ્યારે તેની સિકવલ હોરર કોમેડી છે અને તેમાં ડરામણી ક્ષણો પણ હશે.
Published on: Fri, 15 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer