અક્ષય કુમાર અને ક્રીતિ સેનનની જોડી ફરી જોવા મળશે

અક્ષય કુમાર અને ક્રીતિ સેનનની જોડી ફરી જોવા મળશે
તાજેતરમાં રજૂ થયેલી હાઉસફુલ-4નો બૉક્સ અૉફિસ પર ધારી સફળતા ન મળી, પરંતુ આ ફિલ્મની એક જોડી અક્ષય કમાર અને ક્રીતિ સેનને દર્શોકની આંખોમાં વસી ગયા છે. આથી જ નિર્માતા સાજીદ નડિયાદવાલાએ પોતાની આગામી ફિલ્મમાં આ જોડીનું પુન:રાવર્તન કરવાનો નિર્ણય કર્યો છે. સાજીદની અક્ષય સાથેની આગામી ફિલ્મ બચ્ચન પાંડે છે અને તેમાં હીરોઇન તરીકે ક્રીતિને લેવામાં આવી છે. બંને કલાકારો આગામી ફેબ્રુઆરી મહિનામાં શૂટિંગ શરૂ કરશે. ક્રીતિ તો આ સમાચાર સાંભળીને આનંદિત થઈ ગઈ છે. તેણે કહ્યું કે, સાજીદ સર સાથેની આ મારી ત્રીજી ફિલ્મ છે. તેમની ફિલ્મ હીરોપંતી દ્વારા જ હું બૉલીવૂડમાં પ્રવેશી હતી. વળી અક્ષય સાથે ફરી કામ કરવા તો હું આતુર હતી. 
સાજીદે જણાવ્યું હતું કે, હાઉસફુલ-4માં ક્રીતિ અને અક્ષયની જોડી પ્રેક્ષકોને ગમી હતી. તે અક્ષયની સાથે તેની જોડી સારી દેખાય છે. આ ફિલ્મ 2020ની ક્રિસમસમાં રજૂ થશે. 
ફહાદ અને તેની ટીમ બચ્ચન પાંડેની પટકથાને અંતિમ ઓપ આપી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ ભારતમાંજ  થશએ અને દિગ્દર્શક લોકેસનની રેકી કરવા જશે. બચ્ચન પાંડેથી અક્ષય કમર્શિયલ ફિલ્મો તરફ પરત ફરી રહ્યો છે.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer