સુશાંત સિંહ રાજપૂતને ડેન્ગ્યુ થયાનું નિદાન

સુશાંત સિંહ રાજપૂતને ડેન્ગ્યુ થયાનું નિદાન
સાજીદ નડિયાદવાલાની છીછોરેમાં અભિનય કરીને પ્રશંસા મેળવી જનારો અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ત્યાર બાદ બ્રેક લઇને યુરોપ ફરવા ગયો હતો. આ પ્રવાસમાં તેના બકેટલિસ્ટમાંની પચાસ બાબતો કરવાની ઇચ્છા પૂરી કરવાની હતી. તે પેરીસના ડિઝનીલેન્ડમાં પણ ગયો હતો. જોકે, ત્યાંથી આવ્યા બાદ સુશાંતની તબિયત થોડી બગડી હતી અને બધા ટેસ્ટ કરાવતા તેને ડેન્ગ્યુ હોવાની જાણ થઈ હતી. શારીરિક નબળાઈ આવી જવાને કારણે ડૉકટરે સુશાંતને આરામ કરવાની સલાહ આપી છે. આથી તેણે આ સપ્તાહે અબુ ધાબી જવાના કાર્યક્રમને પણ રદ કરવો પડયો છે.  નોંધનીય છે કે ગયા વર્ષે શ્રદ્ધા કપૂર પણ મચ્છરોથી થતી આ બીમારીનો ભોગ બની હતી. જ્યારે ગયે મહિને ધર્મેન્દ્રને ડેન્ગ્યુ થયો હતો. 
હવે સુશાંત દિલ બેચારા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ હૉલીવૂડની ફિલ્મ ધ પોલ્ટ ઇન અવર સ્ટાર પરથી બનશે જે જોન ગ્રીન્સની આ જ નામની બેસ્ટ સેલર પરથી બની હતી.

Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer