મુંબઈમાં પરફોર્મ કરવા ઉત્સાહિત અમેરિકન પોપસ્ટાર કેટી પેરી

મુંબઈમાં પરફોર્મ કરવા ઉત્સાહિત અમેરિકન પોપસ્ટાર કેટી પેરી
અમેરિકાના સાન્તા બાર્બરાની ટીનેજર જે ક્રિશ્ચિઅન સંગીત શીખતી હતી ત્યાંથી લઇને તે અમેરિકન પોપસ્ટાર બનવા સુધીની કેટી પેરીની યાત્રા ભારે ઉતાર-ચડાવવાળી રહી છે. પાંચ અમેરિકન મ્યુઝિક એવૉર્ડ્સ, પાંચ બિલબોર્ડ મ્યુઝિક એવૉર્ડ્સ, 14 પીપલ્સ ચોઇસ એવૉર્ડ્સ અને ચાર ગિનેસ વર્લ્ડ રેકર્ડસ ધરાવતી કેટી મુંબઈમાં પરફોર્મ કરવાં આવી છે. બૉલીવૂડને તેના કલાકારોથી આકર્ષાયેલી આ પોપસ્ટાર અહીં પરફોર્મ કરવા ઉત્સાહિત છે. આટલી ખ્યાતિ અને પુરસ્કારો મેળવનારી કેટી હજુ પણ સહજ સ્વભાવની છે. તેણે જણાવ્યું હતું કે, હું હજુ તે જ ટીનેજ છોકરી છું જે પોતાની જીવનકથા સંગીતમાં સંભળાવવાનો પ્રયાસ કરું છું. મારા માટે આ જીવન રોલર કોસ્ટર રાઇડ જેવું રહ્યું છે અને ઇશ્વરની કૃપા છે કે મને શારીરિક તકલીફ નથી થઈ. 
હાલમાં કેટી ઓર્લેન્ડો બ્લૂમ સાથે છે. તેની સાથે રોમાન્ટિક મોટરસાઇકલ રાઇડ દરમિયાન જ કેટીને હર્લેઝ ઇન હવાઇ ગીતની સ્ફુરણા થઈ હતી. કેટીએ બ્લૂમ સાથેના સંબંધો વિશે જણાવ્યું હતું કે, પ્રામાણિક ચર્ચાવિચારણા અને સારા અંગત થેરેપીસ્ટને લીધે અમારા સંબંધો સારી રીતે જળવાઈ રહ્યા છે. કેટી પોપસ્ટાર હોવા સાથે ફેશનિસ્ટા તરીકે પણ જાણીતી છે. તેના મતે જે સ્ટોરી પોતે કહે છે તે અનુરૂપ લૂક હોવું જરૂરી હોય છે. આથી તેનો વોર્ડરોબ ફેશનેબલ કપડાં અને એસેસરિઝથી ભરેલો હોય છે. 
કેટીએ કહ્યું હતું કે હું પહેલેથી બૉલીવૂડથી આકર્ષાયેલી છું અને થોડા વર્ષો અગાઉ પ્રિયંકા ચોપરા જે ત્યારે હૉલીવૂડમાં પ્રવેશી નહોતી ત્યારે મળી હતી. મારે ભારતીય કલાકારોને મળવું છે. આ વખતે મને તે માટે સારી તક મળશે.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer