ડેવિસકપમાં એક વર્ષ બાદ પેસને સ્થાન

ડેવિસકપમાં એક વર્ષ બાદ પેસને સ્થાન
પાકિસ્તાન સામે મુકાબલા માટે ભારતની ટીમમાં બોપન્ના, નેદુન ચેઝિયાનને પણ સ્થાન
નવી દિલ્હી, તા. 14 : અનુભવી ટેનિસ સ્ટાર લિયાન્ડર પેસને એક વર્ષ કરતાં પણ વધુ સમય પછી ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.
ભારતે પાકિસ્તાન સામે ડેવિસકપ ટેનિસ મુકાબલા માટે ગુરુવારે આઠ સભ્યની ટીમ પસંદગી કરી હતી. જેમાં ટોચના ખેલાડીઓના ઇન્કાર બાદ ઇસ્લામાબાદ જવા રાજી થયેલા ખેલાડીઓને પણ સ્થાન અપાયું છે. ટીમમાં ટોચના ખેલાડીઓ સુમિત નાગલ, રામકુમાર રામનાથન, શશિકુમાર મુકુંદ અને રોહન બોપન્નાને પણ સામેલ કરાયા છે.
અખિલ ભારતીય ટેનિસ સંઘ દ્વારા ઘોષિત કરાયેલી ટીમમાં જીવન નેદુનચેઝિયાન, સાકેતમાઇનોની અને સિદ્ધાર્થ રાવતને પણ જગ્યા મળી છે.
ભારતીય ડેવિસકપ ટીમમાં પહેલીવાર બોપન્ના, પેસ અને નેદુનચેઝિયાનના રૂપમાં ત્રણ યુગલના સમર્થ ખેલાડીઓ એક સાથે રમતા જોવા મળશે.
ડાબા હાથે રમતા ખેલાડી નેદુનચેઝિયાનને છેલ્લા બે વરસમાં લગાતાર સારા પ્રદર્શનના ઇનામરૂપે ટીમમાં સ્થાન અપાયું છે.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer