હિતેશ ગુટકાએ 42 કિલોમીટરની બે ફુલ મેરેથોન્સ સફળતાપૂર્વક પૂર્ણ કરી

હિતેશ ગુટકાએ 42 કિલોમીટરની બે ફુલ મેરેથોન્સ સફળતાપૂર્વક પૂર્ણ કરી
મુંબઈ, તા. 14 : હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકા અગ્રણી એક્સપોર્ટ હાઉસ-ગુટકા ગ્રુપ અૉફ કંપની કે જે 50થી વધુ દેશોમાં વૈશ્વિક સ્તરે ભારતીય ખાદ્યપદાર્થોની નિકાસ કરે છે તેના મૅનેજિંગ ડાયરેક્ટર છે. દર વર્ષે વિવિધ મેરેથોનમાં ભાગ લેનાર હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકાએ હાલમાં 42 કિલોમીટરની બન્ને બૅન્ક અૉફ અમેરિકા શિકાગો અને ટીસીએસ ન્યૂ યૉર્ક સિટી ફુલ મેરેથોન્સ સફળતાપૂર્વક પૂર્ણ કરી શ્રી હાલારી વીસા ઓશવાળ સમાજનું ગૌરવ વધાર્યું છે. તેઓ ભારતના હાલરી વીસા ઓશવાળ સમાજની પ્રથમ વ્યક્તિ છે જેમણે આ મેરેથોન્સમાં ભાગ લીધો હતો. જેમાં પ્રત્યેક મેરેથોનમાં કુલ વિશ્વભરના 55,000 લોકોએ ભાગ લીધો હતો. 49 વર્ષની વયે પ્રથમવાર દોડેલા હિતેશભાઈએ છેલ્લાં 8 વર્ષમાં અત્યાર સુધી વૈશ્વિક સ્તરે કુલ 85 મેરેથોનમાં ભાગ લીધો છે જેમાં મુંબઈ અલ્ટ્રા 12 કલાકની 67 કિ.મી. મેરેથોન તેમ જ ધ પવઈ રન, ટાટા મુંબઈ મેરેથોન, એસબીઆઈ ગ્રીન રન, હીરાનંદાની થાણે હાફ મેરેથોન, તાતા અલ્ટ્રા મેરેથોન, વર્જિન મની લંડન મેરેથોન, જેએનએમ હાફ મેરેથોન, મુંબઈ સબર્બન હાફ મેરેથોન, બીએનપી એન્ડયુરેથોન, કાણકિયા મોન્સૂન મેરેથોન ચેલેન્જ, આલ્ફા ટ્રેલ ચેલેન્જ, દુરશેટ ફોરેસ્ટ મેરેથોન, થાને મેયર વર્ષા મેરેથોન વગેરેનો સમાવેશ થાય છે.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer