ભારતીય બૉલરો સામે બાંગ્લાદેશનું 150માં ફીંડલું

ભારતીય બૉલરો સામે બાંગ્લાદેશનું 150માં ફીંડલું
શમી (3 વિકેટ) ઍન્ડ કંપનીની બળૂકી બૉલિંગ: પ્રથમ ટેસ્ટમાં પ્રવાસી  ટીમ દબાણમાં, ટીમ ઇન્ડિયાના 1 વિકેટે 86
ઇંદરો, તા. 14 : ટીમ ઇન્ડિયા તરફથી ત્રાટકેલી મોહમ્મદ શામી એન્ડ કંપનીની બળૂકી બોલિંગ સામે બાંગ્લાદેશી બેટધરો ગુરુવારે ઘુંટણિયે પડી જતાં પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં પ્રવાસી ટીમ માત્ર 150 રનમાં સમેટાઇ ગઇ હતી. આજની રમત બંધ રહી ત્યારે ભારતીય ટીમે એક વિકેટ ખોઇને 86 રન કરી લીધા હતા. મંયક અગ્રવાલ 37 અને ચેતેશ્વર પૂજારા 43 રને દાવમાં હતા.
ટોસ જીતીને મેદાન પર ઉતરેલી બાંગલાદેશ ટીમની શરૂઆત બેહદ ખરાબ રહી. માત્ર 12 રનમાં બે વિકેટ ખોયા બાદ 100 રન પુરા થવા પહેલા ચાર વિકેટ ખોઇ દેનાર બાંગલાદેશ દાવના અંત સુધી દબાણમાંથી બહાર આવી શકાયું ન્હોતું.
મુશફિકુર રહીમે સૌથી વધુ 43 રન કર્યા હતા. તો સુકાની મોમિનુલ હકે 37 રન કર્યા હતા. ટીમ ઇન્ડિયા વતી બોલિંગ મોરચે સંભાળતાં શામીએ 13 ઓવરમાં માત્ર 27 રન આપીને ત્રણ વિકેટ ખેરવી હતી.
ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને આર. અશ્વિને બે-બે વિકેટ ઝડપી હતી. પ્રવાસી ટીમને ઇમરૂલ કાયેસ (6)નાં રૂપમાં ઉમેશ પહેલો ઝટકો આપ્યો હતો. જેનો કેચ અજિંકચ રાહણેએ પડક્યો હતો. 
સ્કોરબોર્ડને થંભાવી દેતાં ઇશાંત શર્મા રિદ્ધિમાન સરાના હાથમાં કેચ લપકાવીને શાદમાન ઇસ્લામ (6)ને પણ પેવેલિયનની વાટ બતાવી હતી. 
બન્ને પ્રારંભિક બેટધરથી જ દબાણમાં દેખાતા હતા અને પેસબેટરીનાં આક્રમણ સામે ટકી શક્યા ન્હોતા.
બાંગલાદેશનો સ્કોર 31 રને પહોંચ્યો હતો, ત્યારે મોહમ્મદ મિથુનને એલબીડબલ્યુ આઉટ કરીને મોહમ્મદ શમીએ વેકેટોનું ખાતું ખોલ્યું હતું.
મોમિનુલ (37) અને મુશફિકુર (43)એ ક્રિઝ પર લાબં ટકીને સ્કોર બોર્ડને ગતિ આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ જોડી પણ ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી શકી ન્હોતી.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer