રફાલ ચુકાદો ભાજપની ઉજવણીને કવેળાની વર્ણવતી કૉંગ્રેસ

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 14 : કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી 2019ની લોકસભા ચૂંટણીમાં જે બે મહત્ત્વના મુદ્દાઓનો ઉપયોગ વડા પ્રધાન મોદી પર પ્રહાર કરવા માટે કરતા હતા તે મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. રફાલ કેસમાં રાહુલ ગાંધીને ઝટકો આપતાં સર્વોચ્ચ અદાલતે મોદી સરકારને ક્લીન ચિટ આપી હતી, પરંતુ `ચોકીદાર ચોર હૈ' નિવેદન પર `કન્ટેમ્પટ પ્રોસિડિંગ્સ (કોર્ટના તિરસ્કારની પ્રક્રિયા)' બંધ કરીને રાહુલ ગાંધીને રાહત આપી હતી અને ભવિષ્યમાં વધુ સાવધ રહેવા રાહુલ ગાંધીને જણાવ્યું હતું, પરંતુ રફાલ સોદા પર સર્વોચ્ચ અદાલતના ચુકાદા છતાં અને લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદી સામે આ મુદ્દે રાહુલ ગાંધીને નિષ્ફળતા મળી હોવા છતાં કૉંગ્રેસે સર્વોચ્ચ અદાલતના  નિરીક્ષણોને ટાંકીને આ મુદ્દે ફાયદો ઉઠાવતાં જણાવ્યું હતું કે, કોર્ટના આ ચુકાદાએ રફાલ સોદામાં ફોજદારી તપાસનો માર્ગ ખોલી દીધો છે.
કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, વિગતોમાં ગયા વિના ઉજવણી કરવાની ભગવા પક્ષને આદત પડી ગઈ છે. ભાજપ આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવી રહ્યો છે.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer