રાષ્ટ્રવાદીના નવ વિધાનસભ્યો સંપર્કમાં ભાજપી વિધાનસભ્ય

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનાવવા માટે શક્ય બધા પ્રયાસો કરવાનો નિર્ધાર પક્ષના સાંસદ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેએ કર્યો હતો. હવે માઢાના સાંસદ રણજિત નિંબાળકરે દાવો કર્યો છે કે તેમના સંપર્કમાં રાષ્ટ્રવાદીના નવ વિધાનસભ્યો છે.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યા પછી વિધાનસભ્યો ફૂટવાની ચર્ચા શરૂ થઈ છે. રણજિત નિંબાળકર માઢા ખાતે પાકને થયેલા નુકસાનને જોવા ગયા ત્યારે તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદીના નવ વિધાનસભ્યો ભાજપમાં પ્રવેશે અને તે મતવિસ્તારોમાં પેટાચૂંટણી યોજાય તો રાષ્ટ્રવાદીને ત્યાં ઉમેદવાર મળવા મુશ્કેલ થઈ જશે, એમ નિંબાળકરે વિશ્વાસ સાથે ઉમેર્યું હતું.
Published on: Fri, 15 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer