પાકિસ્તાન તમામ હિન્દુ મંદિરોને ફરી ખુલ્લાં મૂકશે

ઈસ્લામાબાદ, તા. 14 : તમામ હિન્દુ મંદિરોને ફરી ખુલ્લાં મૂકવાનો પાકિસ્તાન સરકારે નિર્ણય લીધો છે. સત્તાધારી પાકિસ્તાન તેહરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પક્ષના પ્રવકતા અહમદ જાવદે જણાવ્યું કે, લઘુમતી હિન્દુઓની લાંબા અરસાથી માગણી હતી કે મંદિરો તેમના માટે ખુલ્લાં મૂકવામાં આવે. અન્ય ક્ષેત્રોની વિવિધ સરકારી જાહેરાતોની સાથે મંદિરો ફરી ખોલવા અંગેનો સંકેત આપ્યો હતો. પક્ષના પ્રવકતાએ જણાવ્યું હતું કે, 550 મેગાવૉટના 11 વિન્ડ પાવર પ્રોજેક્ટ અંગેના કરાર પર સરકાર દ્વારા સહીસિક્કા કરવામાં આવ્યા છે. ઉપરાંત ચાઈનીઝ કંપની ગ્વાદર ખાતે 10 કરોડ ડૉલરના ખર્ચે અત્યાધુનિક હૉસ્પિટલ આગામી 24 મહિનામાં નિર્માણ કરશે.
9 નવેમ્બરે વડા પ્રધાન ઈમરાન ખાને નરોવાલ જિલ્લામાં આવેલા ગુરુદ્વારા દરબાર સાહિબમાં શીખ ભક્તો આવી શકે એ માટે કરતારપુર ઐતિહાસિક કૉરિડોરનું ઉદ્ઘાટન ર્ક્યું હતું.
ભારતના પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે પણ આ પહેલને બિરદાવતાં કહ્યું હતું કે, આ એક મોટી પહેલ છે અને મને વિશ્વાસ છે કે એને કારણે નવી ક્ષિતિજ ખૂલશે.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer