રફાલ સોદાની નવેસરથી તપાસ યોજવા રાહુલ ગાંધીની માગણી

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 14 : `ચુકાદાની વિગતો જોયા વિના ઉજવણી કરવાની ભાજપને આદત પડી ગઈ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાએ રફાલ સોદામાં વિગતવાર તપાસના દ્વાર ખોલી નાખ્યા છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, 14 ડિસેમ્બર, 2018નો કે આજનો ચુકાદો આ કેસમાં ભવિષ્યમાં પગલાં લેવા સીબીઆઈના માર્ગમાં અવરોધ બનવો નહીં' એમ સૂરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતાં કૉંગ્રેસના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ચુકાદાના પેરા 73 અને 86માં જેનો ઉલ્લેખ કરાયો છે તે બાબતની તપાસ સીબીઆઈ કે અન્ય કોઈ તપાસકર્તા એજન્સી કરી શકે છે. તપાકર્તા એજન્સી રફાલ સોદામાં તપાસ કરી શકે એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, રફાલ કેસમાં કોર્ટનો ચુકાદો તપાસકર્તા એજન્સીના માર્ગમાં આવશે નહીં એમ કૉંગ્રેસે વધુમાં જણાવ્યું હતું.
સર્વોચ્ચ અદાલતે 14 ડિસેમ્બર, 2018ના ચુકાદા પરની પુનર્વિચાર કરવાની અરજીઓ કાઢી નાખી હતી. એ ચુકાદામાં કોર્ટે જણાવ્યું હતું કે, 36 રફાલ જેટ વિમાનોની પ્રાપ્તિની પ્રક્રિયામાં લેવાયેલા નિર્ણય સામે શંકા કરી શકાય નહીં.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કે. એમ. જોસેફે રફાલ સોદામાં તપાસ માટેનો `મોટો દ્વાર' ખોલી નાખ્યો છે અને તપાસ જેમ બને તેમ જલદી શરૂ થવી જોઈએ એવી માગણી રાહુલ ગાંધીએ કરી હતી. તેમણે રફાલ સોદામાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)ની તપાસની પણ માગણી કરી હતી.
`જ્યાં સુધી નિષ્પક્ષ જેપીસી તપાસનો ચુકાદો જાહેર નહીં થાય ત્યાં સુધી રફાલ સોદા સામે ભ્રષ્ટાચાર, મીલીભગત, મૂડીવાદ, રાષ્ટ્રીય હિતોને નુકસાન, પારદર્શિતાની હત્યા, મેક-ઇન-ઇન્ડિયાની મજાક જેવા મુદ્દે સવાલ ઊઠતા રહે તો' એમ સૂરજેવાલાએ જણાવ્યું હતું.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer