અવસાન બાદ 1 કલાક સુધી એમ્બ્યુલન્સ ન આવી

અવસાન બાદ 1 કલાક સુધી એમ્બ્યુલન્સ ન આવી
મહાન ગણિતશાત્રી વશિષ્ઠ નારાયણસિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાશે : ગિરિરાજ
પટણા, તા.14: અત્રે અવસાન પામેલા મહાન ગણિત શાત્રી નારાયણસિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાશે. તેમના અવસાન બાદ એક કલાક સુધી એમ્બ્યુલન્સની રાહ જોવી પડી હતી. આ અંગે બિહારની નીતિશ સરકાર છીછરામણા બાદ કેન્દ્રિય પ્રધાન ગિરીરાજ સિંહે રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિદાય કરાશે તેવી જાહેરાત કરી હતી.
ભારતના સ્ટીફન હોકિંગ કહેવાતા વશિષ્ઠ નારાયણસિંહનું આજે સવારે પટણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજ્યું હતું. તેમની ઉંમર 74 વર્ષની હતી અને તેઓ સ્કિટસ ફ્રીનિયાથી પીડાતા હતાં.
તેમના અવસાન બાદ તેમના પાર્થિવ દેહને એક કલાક સુધી એમ્બ્યુલન્સની રાહ જોવી પડી હતી. આ શરમજનક ઘટનાં ઉપર લોકોને સોશ્યલ મીડિયામાં નીતિશ સરકાર અને હોસ્પિટલના પ્રશાસનની ભારે ટીકા કરી હતી.
મુખ્ય પ્રધાન નીતિશકુમારે એમને અંજલિ આપતા જણાવ્યું કે દિવંગત સિંહે સમગ્ર ભારત અને બિહારનું નામ ઉજજવળ કર્યું છે તેમના નિધનથી દેશને પુરી ન શકાય તેવી ખોટ પડી છે.     
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer