બીએસઈ સ્ટાર એમએફ પર ટૂંક સમયમાં પ્રતિદિન 10 લાખ ટ્રાન્ઝેક્શન્સની શક્યતા

બીએસઈ સ્ટાર એમએફ પર ટૂંક સમયમાં પ્રતિદિન 10 લાખ ટ્રાન્ઝેક્શન્સની શક્યતા
મુંબઈ, તા. 14 : દેશનું સૌથી મોટું મ્યુચ્યુઅલ ફંડ્સ ડિસ્ટ્રિબ્યુટર પ્લૅટફૉર્મ બીએસઈ સ્ટાર એમએફ અૉર્ડર્સ, નવાં રજિસ્ટરેશન્સ અને એસઆઈપીની સંખ્યાના નવા વિક્રમો સ્થાપિત કરી રહ્યું છે. તાજેતરમાં, 11મી નવેમ્બરે આ પ્લૅટફૉર્મ પર 8.76 લાખ ટ્રાન્ઝેક્શન થયાં હતાં. આ પૂર્વે 13 અૉગસ્ટ, 2019ના રોજ 8.76 લાખ અને 10 જૂન, 2019ના રોજ 7.6 લાખ ટ્રાન્ઝેક્શન્સ થયાં હતાં. બીએસઈ સ્ટાર એમએફ પ્લૅટફૉર્મ હવે ટૂંક સમયમાં પ્રતિદિન 10  લાખ  ટ્રાન્ઝેક્શન્સ અને મહિને 50 લાખ ટ્રાન્ઝેક્શન્સ હાંસલ કરશે એવો વિશ્વાસ ધરાવે છે. 
આ પ્રસંગે બીએસઈ સ્ટાર એમએફના વડા ગણેશ રામે કહ્યું, ``બીએસઈની મૅનેજમેન્ટ ટીમ મેમ્બર્સ, એએમસીઝ, પાર્ટનર્સ અને વેન્ડર્સે આપેલા સતત ટેકા માટે આભારી.'' 
બીએસઈએ આ વર્ષે એક ઍપ પણ લોન્ચ કર્યું છે, જેના દ્વારા ડિસ્ટ્રિબ્યુટર્સ અને આઈએફએ (ઈન્ડિપેન્ડેન્ટ ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ) રિયલ ટાઈમ ધોરણે ક્લાયન્ટ નોંધી શકે છે અને પેપરલેસ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. અત્યાર સુધીમાં આઈએફએ મોબિલિટી ઍપ દ્વારા એક લાખ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યાં છે. આ પ્લૅટફૉર્મ પર 55,000થી અધિક ડિસ્ટ્રિબ્યુટર્સ નોંધાયેલા છે.

Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer