પાંચ ડૉલરનું ડિસ્કાઉન્ટ મળતાં ભારતે મલેશિયન પામતેલની ખરીદી ફરી શરૂ કરી

પાંચ ડૉલરનું ડિસ્કાઉન્ટ મળતાં ભારતે મલેશિયન પામતેલની ખરીદી ફરી શરૂ કરી
મુંબઇ, તા.14 : આશરે એક માસના ગાળા બાદ ભારતીય રિફાઇનરોએ મલેશિયન પામ ઓઇલની ખરીદી ફરી શરૂ કરી છે અને ડિસેમ્બર મહિના માટે આશરે 70 હજાર ટનનો પુરવઠો કરવાનો કોન્ટ્રેક્ટ આપ્યો છે. કુઆલા લમ્પુરે પ્રતિ ટન પાંચ ડૉલરનું ડિસ્કાઉન્ટ તેમના પ્રતિસ્પર્ધી દેશ ઇન્ડોનેશિયા સામે અૉફર કરતાં ભારતીય રિફાઇનરોએ આ સોદો કર્યો હોવાનું એક ન્યૂઝ એજન્સીએ આજે જણાવ્યું હતું. 
આ વર્ષે ભારતે સૌથી વધુ પામતેલની ખરીદી મલેશિયાથી કરી છે. હવે ભારતે ફરી ખરીદી શરૂ કરતાં પાછલાં બે વર્ષથી ઊંચા રહેલા મલેશિયન પામતેલના ભાવને ટેકો મળશે. 
ભારતે કાશ્મીર સંદર્ભે લીધેલા ઐતિહાસિક પગલાંનો વિરોધ મલેશિયાએ કરતાં ત્યાંથી પામતેલની આયાતને અહીંના રિફાઇનર્સે અટકાવી દીધી હતી. તેમને એવો ભય હતો કે મલેશિયન પામતેલ ઉપર સરકાર વળતાં પગલાં હેઠળ વધુ ટૅક્સ લાગુ કરવામાં આવશે. 
મુંબઇ સ્થિત એક વૈશ્વિક ટ્રેડિંગ કંપનીના ડીલરના જણાવ્યા અનુસાર ઇન્ડોનેશિયાના વિવિધ બંદરોએ પામતેલનો ભરાવો થવાના કારણે પામતેલ પાંચ ડૉલરના ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યું છે.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer