અૉક્ટોબરમાં હોલસેલ ફુગાવો સહેજ ઘટીને 0.16 ટકા થયો

અૉક્ટોબરમાં હોલસેલ ફુગાવો સહેજ ઘટીને 0.16 ટકા થયો
નવી દિલ્હી, તા. 14 : અૉક્ટોબરમાં હોલસેલ ફુગાવો ઘટીને 0.16 ટકા થયો હતો, જે સપ્ટેમ્બરમાં 0.33 ટકા હતો. 
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગુરુવારે પ્રસિદ્ધ કરેલા આંકડા દર્શાવે છે કે અૉક્ટોબરમાં ઉત્પાદિત પ્રોડક્ટ્સમાં ફુગાવો -0.84 ટકા હતો, જે સપ્ટેમ્બરમાં -0.42 ટકા હતો. ઉત્પાદિત પ્રોડક્ટ્સમાં ફુગાવો સતત ઘટતાં પ્રાઈસિંગનું વર્ચસ્વ ઘટે છે. ઉત્પાદકો પ્રોડક્ટ્સના ભાવ ઘટાડીને ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. જે અર્થતંત્રમાં મંદ માગ દર્શાવે છે.
અનાજમાં ફુગાવો સપ્ટેમ્બરના 7.47 ટકાથી વધીને અૉક્ટો.માં 9.8 ટકા થયો છે. ઈંધણ અને ઊર્જામાં ફુગાવો અૉક્ટોબરમાં -8.27 ટકા હતો. જે સપ્ટેમ્બરમાં -7.05 ટકા હતો.
સામાન્ય ચીજોમાં હોલસેલ ફુગાવો સપ્ટેમ્બરના 5.54 ટકાથી વધીને અૉક્ટોબરમાં 6.41 ટકા હતો જ્યારે ડબલ્યુપીઆઈ કોર (મુખ્ય) ફુગાવો -1.6 ટકા હતો, જે સપ્ટેમ્બરમાં -1.1 ટકા હતો, જેથી જણસોના ભાવ વધુ હળવા થયા છે.
રિટેલ ફુગાવાના માપદંડ મુજબ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ) 16 મહિનાની ઉપલી સપાટીએ 4.62 ટકા રહ્યો હતો, જે સપ્ટેમ્બરમાં 3.99 ટકા હતો. છેલ્લા 15 મહિનામાં પહેલી વખત આરબીઆઇના 4 ટકાના લક્ષ્ય કરતાં રિટેલ ફુગાવો ઊંચો રહ્યો છે.
અનાજમાં રિટેલ ફુગાવો અૉક્ટોબરમાં વધીને 7.89 ટકા થયો હતો. જે સપ્ટેમ્બરમાં 5.11 ટકા હતો.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer