આશુતોષ ગોવારીકરને બનાવવી છે બુદ્ધના જીવન પર ફિલ્મ

આશુતોષ ગોવારીકરને બનાવવી છે બુદ્ધના જીવન પર ફિલ્મ
ઐતિહાસિક અને પ્રાગૈતિહાસિક ફિલ્મો બનાવવા માટે જાણીતા ફિલ્મમેકર આશુતોષ ગોવારીકરની આગામી ફિલ્મ પાનીપત છે. તેણે કહ્યું કે મને ઇતિહાસ ગમે છે અને તેમાં જે કેન્દ્ર સ્થાને હોય છે તેને હું લક્ષમાં રાખું છે. જેમ કે જોધા અકબરમાં ધાર્મિક સહિષ્ણુતા કે લગાનમાં એકતા કેન્દ્રમાં હતી. મોટી ઐતિહાસિક ઘટનાઓ પાછળ રહેલા તણખાને શોધીને હું તેને બધાને દર્શાવવા માગું છું. જોકે, અત્યંત મુશ્કેલ કામ છે. આથી જ હું ત્રણ વર્ષએ એક ફિલ્મ બનાવું છું. આમાં સંશોધન, કલા અને એકશનનો ત્રિવેણી સંગમ કરવાનો હોય છે. વળી આ કામ માટે સમાન વિચારો ધરાવતા કલાકાર કસબીઓ મળળા પણ મુશ્કેલ હોય છે. મને એવા કલાકારો જોઇતા હોય છે જે મારા પર વિશ્વાસ રાખે અને જોઇતી તારીખો આપે. આમ છતાં મેં પ્રાગૈતિહાસિક કાળ, ઐતિહાસિક કાળ, મુગલ કાળ અને બ્રિટિશ કાળને દર્શાવી દીધા છે. હવે મારી ઇચ્છા બુદ્ધ પર ફિલ્મ બનાવવાની છે. રાજકુમાર સિધ્ધાર્થમાંથી બુદ્ધ તરફની તેમની જીવનયાત્રા મારે દર્શાવવી છે. 
ફિલ્મ પાનીપતનું ટ્રેલર બહાર પડયું છે ત્યારથી તેની તુલના બાજીરાવ મસ્તાની સાથે થઈ રહી છે. તે જ પ્રમાણે અભિનેતા અર્જુન કપૂરની રણવીર સિંહ સાથે સરખામણી થવી શરૂ થઈ ગઈ છે. જોકે, આશુતોષને આની સામે વાંધો નથી. તેનું કે હેવું છે કે આ સહજ છે કેમ કે છેવટે તો આમાં પેશવા પરિવારની જ વાત છે. પાનીપતમાં બાજીરાવની આગલી પેઢી છે. તેનો પુત્ર નાના સહેબ પેશવા, તેના ભાઇ ચિમાજી અપ્પાનો પુત્ર સદાશિવ ભઆઉ અને તેનો બીજો પુત્ર જે મસ્તાની થઈ થયો હતો તે શમશએર બહાદુરની કથા આમાં છે. આથી ફિલ્મનો દેખાવ અને સ્થળ સરખા છે, પરંતુ કથા એકદમ અલગ છે. નોંધનીય છે કે આશુતોષની ફિલ્મમાં અર્જુન કપૂર, ક્રીતિ સેનન અને સંજય દત્ત છે. આ ત્રણેમાંથી એકે કલાકારે અગાઉ ઐતિહાસિક ફિલ્મમાં ભૂમિકા ભજવી નથી. આથી જ આશુતોષે તેમને લઇને પ્રયોગ કર્યો છે. 
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer