બૉલીવૂડની ગાયિકા નેહા કક્કડનો લાઇવ કોન્સર્ટ શો

બૉલીવૂડની ગાયિકા નેહા કક્કડનો લાઇવ કોન્સર્ટ શો
`દિલબર દિલબર', `ગલી ગલી મેં', `આંખ મારે', `મિલે હો તુમ હમકો',` માહી વે', `ઓ સાકી સાકી', `છોટે છોટે પેગ', `કાલા ચશ્મા', `કર ગયી ચુલ' જેવા ગીતો દ્વારા યુવાનોમાં લોકપ્રિય થનારી ગાયિકા નેહા કક્કડને સ્ટેજ પર ગાતી જોવી એક લહાવો છે. તેના માદક અવાજથી વાતાવરણ મદભર્યું બની જાય છે. આ જ બાબતને કેન્દ્રમાં રાખીને હસિત સાંઝગીરી અને શ્રી અષ્ટવિનાયક એન્ટરટેનમેન્ટે સાતમી ડિસેમ્બર, શનિવાર, બોરીવલીના કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ-2માં નેહા કક્કડ લાઇવ ઇને કોન્સર્ટ કાર્યક્રમનું આયોજન કર્યું છે. `જન્મભૂમિ' પત્રો આ કાર્યક્રમનું મીડિયા પાર્ટનર છે. તાજેતરના વર્ષોમાં હિન્દી ફિલ્મમાં હિટ ગીતો આપનારા ગાયિકોમાં નેહાનો સમાવેશ થાય છે. તેના ચાહકોની સંખ્યા લાખોમાં છે અને ખાસ કરીને યુવાનો તેના ગીતના દીવાના છે. આ કાર્યક્રમાં નેહા સ્ટેજ પર પોતાની ગાયકી અને અદાઓના કામણ પાથરશે અને તેની સાથે ઇન્ડિયન આઇડલ શોમાં ભાગ લેનારા યુવા ગાયકો વિભોર પરાશર અને કુણાલ પંડિત પણ હશે. શ્રી અષ્ટવિનાયક એન્ટરટેનમેન્ટ ટેલેન્ટેડ નવોદિત ગાયકોને તક આપે છે અને તેમના થકી સફળતા મેળવનાર ગાયકોમાં મધુર શર્માનો સમાવેશ થાય છે.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer