સાઇના નેહવાલની ભૂમિકા ભજવવા પરિણીત ચોપરા વાળ કપાવશે

સાઇના નેહવાલની ભૂમિકા ભજવવા પરિણીત ચોપરા વાળ કપાવશે
અભિનેત્રી પરિણીતી ચોપરા બેડમિન્ટન ચૅમ્પિયન સાઇના નેહવાલના જીવન પરથી બની રહેલી ફિલ્મમાં અભિનય કરી રહી છે. આ ભૂમિકાની તૈયારી માટ પરિણીતી થોડા દિવસ અગાઉ તેના હૈદરાબાદના ઘરે ગઈ હતી  અને તેની માતા ઉષાને મળી હતી. સાઇના તો ઘરે નહોતી, પરંતુ ઉષાએ દીકરીનાં બાળપણથી લઇને અત્યાર સુધીની સંપૂર્ણ વિગતો આપી હતી તથા તેની આદતો અને ગમા-અણગમાં વિશે વિસ્તારથી જણાવ્યું હતું. સાઇના ટીનેજર હતી ત્યારે સાવ નાના વાળ ધરાવતી હતી. આથી પરિણીતીએ પણ તે લૂક મેળવવા વાળ કપાવવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત તે સાઇનાની જેમ બેડમિન્ટન રમી શકાય તે માટે આકરી તાલીમ પણ લઈ રહી છે.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer