દુબઇમાં વિજેન્દરની ટક્કર ચાર્લ્સ એદામુ સામે થશે

દુબઇમાં વિજેન્દરની ટક્કર ચાર્લ્સ એદામુ સામે થશે
દુબઇ, તા. 19: અમેરિકામાં શાનદાર વિજય હાંસલ કરનાર ભારતીય મુક્કેબાજ વિજેન્દર સિંઘ હવે પછીના મુકાબલામાં બે વખતના કોમનવેલ્થ સુપર મિડલવેટ ચેમ્પિયન ચાર્લ્સ એદામુ વિરુદ્ધ રીંગમાં ઉતરશે. નોકઆઉટ કીંગના નામે મશહુર વિજેન્દરે આ વર્ષે જુલાઇમાં માઇક સ્નાઇડરને હરાવીને તેની વ્યાવસાયિક બોકસીંગ કેરિયરની સતત અગિયારમી જીત મેળવી હતી. તે તેના પાછલા અગિયાર મુકાબલામાથી આઠમા નોકઆઉટ જીત મેળવી ચૂકયો છે. આથી તેને નોકઆઉટ કીંગ કહેવામાં આવે છે. બીજી તરફ એદામુ 47 ફાઇટનો અનુભવ ધરાવે છે. જેમાં તેણે 33માં જીત અને 14 હાર સહન કરી છે. વિજેન્દર સાથેનો દસ રાઉન્ડનો આ બોકસીંગ મુકાબલો 22 નવેમ્બરે દુબઇમાં રમાવાનો છે.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer