ક્રિસ લિનની ટી-10 લીગમાં ઐતિહાસિક ઈનિંગ

ક્રિસ લિનની ટી-10 લીગમાં ઐતિહાસિક ઈનિંગ
કેકેઆરએ કર્યો રિલીઝ : ટી-10માં 30 બૉલમાં કર્યા 91 રન
નવી દિલ્હી, તા. 19 : ઓસ્ટ્રેલિયાના ધુંઆધાર બેટ્સમેન ક્રિસ લિને ટી10 લીગમાં ઈતિહાસ રચ્યો છે. લિને માત્ર 30 બોલમા 9 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 91 રન કર્યા હતા. જે ટી10 લીગનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. લિને આ સ્કોર મરાઠા અરેબિયન્સ તરફથી રમતા ટીમ અબુધાબી સામે કર્યો હતો. જેમાં લીનની ટીમે 14 રને જીત મેળવી હતી.
થોડા સમય પહેલા જ રિલિઝ કરવામાં આવેલા કેપ્ટન ક્રિસ લિને ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સના 32 બોલમાં 87 રનના રેકોર્ડને તોડયો હતો. હેલ્સે ગત સિઝનમાં 87 રન કર્યા હતા. મુકાબલામાં મરાઠા અરેબિયન્સે નિર્ધારીત 10 ઓવરમાં  બે વિકેટના નુકશાને 138 રન કર્યા હતા. જેમાં લિનના નોટઆઉટ 91 રન ઉપરાંત એડમ લિથના 18 બોલમાં 30 રન સામેલ હતા. જવાબમાં અબુ ધાબી ટીમ 10 ઓવરમાં 114 રન જ બનાવી શકી હતી અને 14 રને મેચ હારી હતી. થોડા દિવસ પહેલા જ શાહરુખ ખાનની ટીમ કેકેઆરએ ક્રિસ લિનને રિલિઝ કરવાનો નિર્ણય કર્યો હતો. કિંગ ખાનના નિર્ણયથી લોકો પણ હેરાન હતા કારણે કે લિન અગાઉ કેકેઆર માટે મહત્વની ઈનિંગ રમી ચુક્યો છે. 2019ની સીઝનમાં ક્રિસ લિને 13 મેચ રમતા 405 રન કર્યા હતા.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer