સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સરેઆમ ઉલ્લંઘન

12 વર્ષની બાળાને સબરીમાલા મંદિરમાં પ્રવેશતી અટકાવી
નવી દિલ્હી, તા.19: કેરળના સબરીમાલા મંદિરે દર્શન માટે જઇ રહેલી એક 12 વર્ષની બાળાને પોલીસે અટકાવી હતી. હકીકતમાં આ બાળાને ઓનલાઇન બુકિંગ વખતે 10 વર્ષની દર્શાવવામાં 
આવી હતી પણ પોલીસે જ્યારે તેણીનું આધારકાર્ડ ચેક કર્યું તો તે 12 વર્ષની હતી.
પોલીસે આ બાળાને પાંબા કેમ્પથી આગળ જવા નહોતી દીધી પણ તેણીના પરિવારને આગળ જવા દીધો હતો. 
ભગવાન અયપ્પાનું મંદિર સબરીમાલા શનિવારે 45 દિવસ માટે ખુલ્લું હતું. પહેલાં દિવસે પાંચ મહિલાઓને મંદિરમાં જતાં રોકવામાં આવી હતી. આ મહિલાઓને પાંબા કેમ્પ બેઇઝથી રોકવામાં આવી હતી.
સામાજિક કાર્યકરોએ જણાવ્યું હતું કે, આ રીતે મહિલાઓને રોકવી એ સુપ્રિમ કોર્ટના નિર્ણયની વિરૂધ્ધ છે કે જે મહિલાઓના પક્ષમાં છે.
ગયા અઠવાડિયે સુપ્રિમ કોર્ટે 2018ના એક ચુકાદાને પડકારતી અરજીનો ઉલ્લેખ કર્યો હતો. આ અરજીઓમાં કોર્ટના ચુકાદાની ફેરવિચારણા કરવાની માગ હતી અને મંદિરમાં 10 વર્ષથી 50 વર્ષની વય સુધીની મહિલાઓના પ્રવેશ ઉપર જે દશક જૂનો પ્રતિબંધ છે તે હટાવી લેવામાં આવે.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer