સંજય રાઉત ફરી શરદ પવારને મળ્યા

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી/ મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થવાને 26 દિવસ જેટલો સમય વિતી ગયો છે. આમ છતાં સરકાર રચવા માટે રાજકીય પક્ષો વચ્ચે સમજૂતી સધાઈ શકી નથી. સરકાર રચવા માટેની સતત અટકળો વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે આજે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારની મુલાકાત લીધી છે.
બંને નેતાઓ વચ્ચે દસ મિનિટ થયેલી વાતચીતમાં મહારાષ્ટ્રમાં સરકારની રચનાની દિશામાં મહત્ત્વની ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. શિવસેના સાથે સરકાર રચવાની દિશામાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં હોવાનું નિવેદન શરદ પવારે ર્ક્યું હતું. ત્યાર પછી સતત બીજા દિવસે સંજય રાઉત આજે દસ મિનિટ શરદ પવારને મળ્યા છે. તેના કારણે સતત ચાલતી રાજકીય અટકળોને બળ મળ્યું છે.
Published on: Wed, 20 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer