રિલાયન્સ જિઓએ કર્યું ટેરિફ વધારવાનું એલાન બધા પ્લાન થશે મોંઘા

રિલાયન્સ જિઓએ કર્યું ટેરિફ વધારવાનું એલાન બધા પ્લાન થશે મોંઘા
નવી દિલ્હી, તા. 19 : ટેલિફોન કંપની રિલાયન્સ જીઓએ પોતાનાં ટેરિફની કિંમત વધારવાનું એલાન કરી દીધું છે. હાલમાં જ રિલાયન્સ જિઓએ નોન જીઓ કોલિંગ માટે પૈસા લેવાનાં શરૂ કરી દીધા છે અને તેનાં માટે નવા પ્લાનની પણ શરૂઆત કરી દીધી છે. આ પહેલાં વોડાફોન, આઇડિયા અને એરટેલે પણ પહેલી ડિસેમ્બરથી ટેરિફ દર વધારવાનું એલાન કરી દીધું છે. આ વધી ગયેલી કિંમત પ્રિ પેઈડ અને પોસ્ટ પેઇડ બંને માટે લાગુ થશે.
રિલાયન્સ જીઓએ તેની પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે, `માધ્યમોનાં હેવાલમાં પણ કહેવામાં આવી રહ્યું છે, અમે માનીએ  છીએ કે ટ્રાઇ ટેલિફોન ટેરિફને લઇને વાતચીતની પ્રક્રિયા શરૂ કરનાર છે. બીજા ઓપરેટરોની જેમ અમે પણ સરકારની સાથે કામ કરશું અને નિયંત્રિત શાસનને મજબૂત કરશું, જેથી ભારતીય ગ્રાહકોના ફાયદા માટે ઉદ્યોગ મજબૂત થઇ શકે. આગામી કેટલાક સપ્તાહમાં અમે ટેરિફના દરો વધારશું.
જો કે, હાલમાં કંપનીએ એવું નથી કહ્યું કે, કયા પ્લાનમાં કેટલા રૂપિયા વધારવામાં આવશે, પરંતુ તેનું એલાન થશે.

Published on: Wed, 20 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer