પોલીસે અૉસ્ટ્રેલિયને ગુમાવેલી લાખોની રોકડ અને કીમતી સામાન કલાકોમાં શોધી આપ્યો

પોલીસે અૉસ્ટ્રેલિયને ગુમાવેલી લાખોની રોકડ અને કીમતી સામાન કલાકોમાં શોધી આપ્યો
મુંબઈ, તા.19 : એક અૉસ્ટ્રેલિયન નાગરિકે ગુમાવેલી લાખો રૂપિયાની રોકડ અને કીમતી સામાન કલાકોમાં જ કોલાબા અને વનરાઈ પોલીસે શોધી કાઢી હતી. અૉસ્ટ્રેલિયનો ઍડમ જેક્સન આર્કિટૅક્ટ છે અને અબુધાબીમાં રહે છે. કોઈ કામસર ઍડમ ગયા અઠવાડિયે મુંબઈ આવ્યો હતો અને ગોરેગાવની ફ્રેન હૉટેલમાં ઉતર્યો હતો. ઍડમ ટૅક્સીમાં સવાર થઈને ગૅટવે અૉફ ઇન્ડિયા આવ્યો અને ફરીથી હૉટેલ પહોંચવા ટૅક્સીમાં બેઠો હતો. હૉટેલના દરવાજે ટૅક્સીમાંથી ઉતર્યો ત્યારે પોતાની લેપટોપ બૅગ ભૂલી ગયો હતો.
આ ફરિયાદ તેણે પોલીસમાં નોંધાવી હતી અને કોલાબા તેમ જ વનરાઈ પોલીસે હૉટેલ અને ગૅટવે અૉફ ઇન્ડિયા વિસ્તારના સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસીને ટૅક્સીનો નંબર મેળવ્યો હતો. બાદમાં ટૅક્સીના નંબરના આધારે ટૅક્સી ડ્રાઇવરને શોધીને લેપટોપ બૅગ પરત મેળવી હતી. આ બૅગમાં ઍડમના 1,500 ડૉલર (લગભગ 10.65 લાખ રૂપિયા), મોંઘો કેમેરો અને તેના હજારો રૂપિયાના લેન્સ તેમ જ રોસ કંપનીની કાંડા ઘડિયાળ સહિતનો લાખો રૂપિયાનો સામાન પણ હતો.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer