મુંબઈમાં પાલિકાનું પાણી મિનરલ વૉટરથી પણ બેસ્ટ

મુંબઈમાં પાલિકાનું પાણી મિનરલ વૉટરથી પણ બેસ્ટ
મુંબઈ, તા. 19 : મુંબઈના પાણીની ક્વોલિટી દેશમાં સૌથી ઉત્તમ હોવાનું કેન્દ્ર સરકારનાં સર્વેક્ષણમાં જાણવાં મળ્યું છે. મુંબઈનાં પાણીની ગુણવત્તા બાટલીબંધ પાણી કરતાં પણ સારી હોવાનો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે. સવા કરોડની લોકસંખ્યા માટે જે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે તેનો દરજ્જો ઊંચો હોવાનું કેન્દ્ર સરકારનું કહેવું છે.
 કેન્દ્ર સરકારે દેશનાં 21 શહેરોનાં પાણીની ગુણવત્તા તપાસી હતી. કેન્દ્ર સરકારે નક્કી કરેલ માપદંડ મુજબ મુંબઈનાં પાણીને દરજ્જો મળ્યો છે. પાણીની ગુણવત્તામાં મુંબઈ મહાનગર પાલિકા અવ્વલ આવી છે. કેટલાક મુંબઈગરાઓ નળનું પાણી ફિલ્ટર કર્યા વગર સીધુ જ પીવે છે અને તેનાથી કોઈ તકલીફ ન થતી હોવાનું નાગરિકોનું કહેવું છે.
મુંબઈ મહાપાલિકા હંમેશાં પીવાનાં પાણીનું નિયોજન કરતી આવી છે. દિવસે દિવસે વધતી લોકસંખ્યાને પહોંચી વળે તેટલું પાણી મહાનગર પાલિકા પૂરું પાડે છે, પરંતુ મુંબઈમાં વધતી લોકસંખ્યા અને વધતી પાણીની જરૂરિયાતને જોતા ભવિષ્યમાં મુંબઈમાં પાણીની તકલીફ પડશે તેવું લાગે છે.

Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer