મોનિકા બેદીને કોર્ટની રાહત

જબલપુર, તા. 20 : મધ્યપ્રદેશ હાઈ કોર્ટે બૉલિવૂડ અભિનેત્રી અને અંડરવર્લ્ડ ડૉન અબુ 
સાલેમની મહિલા મિત્ર મોનિકા બેદીના નકલી પાસપોર્ટ અંગેની મધ્યપ્રદેશ સરકારની અરજી કાઢી નાખી હતી.
સરકારી વકીલે મંગળવારે જણાવ્યું કે બેન્ચે સોમવારે આપેલા ચુકાદામાં નકલી પાસપોર્ટ કેસમાં હાઈ કોર્ટે, નીચલી કોર્ટે અભિનેત્રીને દોષમુક્ત કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.
મોનિકા બેદી હાલ લાઈમલાઈટમાં નથી અને એકાકી જીવન જીવી રહી છે.

Published on: Wed, 20 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer