બાણગંગા કન્ઝર્વેશન ડીલ રદ કરો : GSB

મુંબઈ, તા. 20 : ગૌડ સારસ્વત બ્રાહ્મણ ટ્રસ્ટ જે વાલકેશ્વરસ્થિત બાણગંગાનો કબ્જો ધરાવે છે એણે આરપીજી ફાઉન્ડેશન અને ધ સ્ટેટ ડિરેક્ટોરેટ અૉફ આર્કિયોલૉજી રેન્ક મ્યુઝિયમ ફૉર ધ કન્ઝર્વેશન સાથેનો કરાર રદ કરવા જણાવ્યું છે.
કરાર મુજબ જીએસબીએ બાણગંગાનું સંરક્ષણ, પુનરુથ્થાન અને જાળવણીનું કામ કરવાનું હતું.
ડિરેક્ટોરેટ સાથે 14 નવેમ્બરે યોજાયેલી બેઠકમાં ટ્રસ્ટના બેરરે એગ્રીમેન્ટ સામે સવાલો ખડા કર્યા હતા અને કહ્યું હતું કે આ કરાર કરતી વખતે અમને વિશ્વાસમાં લેવાયા નહોતા અને જો આ કરાર રદ નહીં કરાય તો અમે કાયદેસર પગલાં લઈશું.

Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer