બે વરસ ચાલે એટલો ખાંડનો જથ્થો

મુંબઈ, તા. 20 : ગયા વરસની તુલનાએ આ વખતે શેરડીનું પિલાણ લગભગ 50 ટકા જેટલું ઘટે એમ હોવાથી આ વખતે માત્ર 58 લાખ 28 હજાર મેટ્રિક ટન જેટલું જ ખાંડનું ઉત્પાદન થાય એવી શક્યતા છે, એવી જાણકારી સુગર કમિશનર શેખર ગાયકવાડે મુંબઈ ખાતે આપી હતી. જોકે શેરડીના ઓછા ઉત્પાદનની અસર બજાર પર પડશે નહીં.
રાજ્યની ખાંડની વાર્ષિક જરૂરિયાત 35 લાખ મેટ્રિક ટન જેટલી છે. હાલ રાજ્યમાં 70 લાખ મેટ્રિક ટન ખાંડનો જથ્થો જમા છે જે આગામી બે વરસની માગણી સંતોષી શકે છે, એમ ગાયકવાડે જણાવ્યું હતું.

Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer