નાના દુકાનદારો માટે નવી પૉલિસી આવશે

નવી દિલ્હી, તા. 20 : સરકાર નાના સ્ટોર્સ માટે રિટેલ ક્ષેત્રના ધારાધોરણનું રાષ્ટ્રીય સ્તરે માળખું તૈયાર કરી રહી છે જેથી આ સ્ટોર્સ ઇ-કૉમર્સ પ્લેટફૉર્મ સાથે સારી રીતે હરિફાઈ કરી શકશે.
આ ધોરણોમાં એક વેળાની રજીસ્ટ્રેશન ફી, કાર્યકારી મૂડી માટે હળવી લોનનો પર્યાય અને ઇલેકટ્રોનિક પેમેન્ટ્સ માટે સ્પોર્ટ વગેરેનો સમાવિષ્ટ રહી શકે છે.
રાજ્યો આ ધારાધોરણોના રાષ્ટ્રીય માળખાને અપનાવી શકે જે દિશામાં કામ શરૂ થઈ ગયું છે. આમ તો રિટેલ સેક્ટર રાજ્યનો વિષય છે અને દરેક રાજ્ય આ સેક્ટર માટે જુદી જુદી પોલીસી ધરાવે છે. આ કવાયતના એક ભાગરૂપે ડિપાર્ટમેન્ટ અૉફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડે (ડીપીઆઈઆઈટી) રાજ્યોને આવા સ્ટોર્સની ગણતરી કરવા સૂચના આપી છે.

Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer