અમિતાભ બચ્ચન સ્લોવેકિયા અને પોલૅન્ડ જશે

અમિતાભ બચ્ચન સ્લોવેકિયા અને પોલૅન્ડ જશે
છેલ્લા થોડા સમયથી અમિતાભ બચ્ચનની તબિયત સારી ન રહેતી હોવાના સમાચાર અવારનવાર સાંભળવા મળે છે. ગત સપ્તાહે તો આ સંદર્ભમાં એમ ચર્ચાતું હતું કે તેઓ હવે નિવૃત્ત થશે. પરંતુ આ તમામ ચર્ચાને નેવે મૂકીને બિગ બી તો ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં તો મનાલીમાં બ્રહ્માત્રનું ક્લાઇમેક્સ દૃશ્ય શૂટ કરી રહ્યા છે. આ શૂટિંગમાં તેમની સાથે રણબીર કપૂર, આલિયા ભટ્ટ છે. ત્યાર બાદ તેઓ સ્લોવેકિયા અને પોલૅન્ડ જશે. રુમી જાફરીની ફિલ્મ ચહેરેના બાકી રહેલા દૃશ્યોના શૂટિંગ માટે સ્લોવેકિયા અને પોલૅન્ડના લોકેશનને પસંદ કરવામાં આવ્યું છે. ચહેરેના  નિર્માતા આનંદ પંડિતે કહ્યું કે, આગામી 10 ડિસેમ્બરથી અમે સ્લોવેકિયન નેશનલ પાર્ક અને સાઉથ પોલૅન્ડમાં એકશન દૃશ્યોનું શૂટિંગ કરીશું. આઠ દિવસના આ શિડયુલમાં અમિતજે હાથોહાથની મારામારીના દૃશ્યો પણ ભજવવાના હશે. આ માટે અમે યુરોપના બે એકશન દિગ્દર્શક રાખ્યા છે. 
ફિલ્મ ચેહરેનું શૂટિંગ મે મહિનામાં શરૂ થયું હતું. આમાં નિવૃત્ત વકીલમિત્રોના ગ્રુપની વાત છે. તેઓ શિમલાના એક બંગલામાં મળે છે અને સાયકૉલૉજીકલ ગેમ રમે છે. અમિતાભ બચ્ચન એક નિવૃત્ત વકીલ હોય છે અને ઇમરાન હાશ્મી બિઝનેસમૅન છે. આ પહેલીવાર અમિતાભ અને મિરાન સાથે અભિનય કરી રહ્યા છે. સ્લોવેકિયા અનો પોલૅન્ડના શૂટિંગમાં બિગ બી સાથે ઇમરાન અને અનુ કપૂર હશે. ઇમરાન હાલમાં ચહેરેનું દિલ્હીમાં શૂટિંગ કરી રહ્યો છે. ત્યાંથી સાત ડિસેમ્બરે શૂટિંગ પૂરું કરીને તે મુંબઈ આવશે અને દસમીએ સ્લોવેકિયા જશે. આનંદે જણાવ્યું હતું કે, અમે સ્પેશિયલ પરવાનગી લઇને ચોક્કસ સ્થળે શૂટિંગ કરવાના છીએ. અહીં તાપમાન માઇનસ પાંચથી સાત ડિગ્રી સેલ્સિયસ હશે તથા બરફ વર્ષા પણ થતી હશે. એટલે અમે બધા ઉત્સાહિત છીએ. અમિતાભની તબિયતની અમને પણ ચિંતા હતી. પરંતુ તેમણે જ અમને શૂટિંગની તૈયારી કરવાનું કહ્યું હતું. આ બાબત દર્શાવે છે કે તેમી તબિયત સારી છે. વળી શૂટિંગના છેલ્લા દિવસે અમે અમિતજીને દિગ્દર્શન કરવાનું કહેશું જેથી તે દૃશ્ય અમાર માટે યાદગાર બની રહેશે.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer