13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો

13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો
અભિનયના બેતાજ બાદશાહ દિલીપકુમારના ગીતોનો શો આટલા મોટા પાયે મુંબઈમાં પ્રથમવાર યોજાઈ રહ્યો છે એ શો છે શહેનશાહ એ જઝબાત દિલીપકુમાર જે આ અભિનેતાના 97મા જન્મદિન નિમિત્તે 13મી ડિસેમ્બરે શુક્રવારે સાંજે 6-45 વાગ્યાથી ષન્મુખાનંદ હૉલ (કિંગ્ઝ સર્કલ)માં યોજાનાર છે.
ફલીશા એન્ટરટેનમેન્ટ પ્રેઝન્ટસ અને શબીના શેખ પ્રોડયુસ્ડ શહેનશાહ એ જઝબાત દિલીપકુમારના શોમાં પ્લેબેક સિંગર જાવેદઅલી અને પ્લેબેક સિંગર પ્રતિભા સિંઘ બાઘેલ ગીતોની પ્રસ્તુતી કરશે. આ સિવાય મુખ્તાર શાહ, કવિતા મૂર્તિ દેશપાંડે, ફારૂક શેખ, સાગર સાવરકર, મનિષા જાંબોટકર અને અયુબખાન ગાયકો છે.
રાજ બબ્બર અને શત્રુઘ્નસિંહા ગેસ્ટ અૉફ ઓનર તરીકે ઉપસ્થિત રહેવાના છે. જીતેન્દ્ર અને સાયરાબાનુ તરફથી શુભેચ્છા સંદેશ ટેલિવિઝન પર દર્શાવાશે. 25-30 વર્ષ પછી પ્રથમવાર તબસ્સુમ કોમ્પેરિંગ કરશે. આ શો ગિરીશ મહેતાએ અૉર્ગેનાઇઝ કર્યો છે.
અભિનેતા દિલીપકુમાર બ્લેક ઍન્ડ વ્હાઇટ એરાથી કલર એરા સુધી છવાયેલા રહ્યા અને તેમની મોટાભાગની ફિલ્મો સુપરડૂપર હીટ બની. મુગલેઆઝમ, રામ ઔર શ્યામ, યહુદી, ગંગાજમના, દિદાર, આઝાદ, અમર વગેરે ફિલ્મો ખૂબ હિટ નીવડી હતી.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer