બુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ

બુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ
નવી દિલ્હી, તા.6 : જસપ્રિત બુમરાહને `બેબી બોલર' કહેનાર પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક પર ક્રિકેટ ચાહકો ઉપરાંત પૂર્વ ભારતીય ખેલાડીઓ ઉકળી ઉઠયા છે. અબ્દુલ રઝાકે તાજેતરમાં એક મુલાકાતમાં એવું કહયું હતું કે મારી સામે બોલિંગ કરવાનો મોકો જો બુમરાહને મળ્યો હોત તો તે દબાણમાં રહેત. તે તો મારી સામે બેબી બોલર છે.
રઝાકના આ બફાટ પર પૂર્વ ભારતીય બોલર ઇરફાન પઠાણે કહયું છે કે તેના આ બકવાસ પણ ધ્યાન આપવાની જરૂર નથી. જાવેદ મિયાદાદે એક સમયે એવું કહયું હતું કે ઇરફાન પઠાણ જેવા બોલરો તો અમારી ગલી-ગલીમાં છે. જ્યારે પૂર્વ બેટસમેન અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ ટિવટ કર્યું છે કે આ એક તથ્ય છે કે ઉમરલાયક થવું અનિવાર્ય છે, પણ સમજદાર થવું વૈકલ્પિક છે. શાનદાર રમ્યો. સાથે જીભ સાથેનું ઇમોજી મુકયું છે. આ પહેલા અબ્દુલ રઝાકના બુમરાહ પરના બકવાસ પર વિરેન્દ્ર સેહવાગ, હરભજનસિંઘ, ગૌતમ ગંભીર વગેરેએ આકરી ટીકા કરી છે.

Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer