તીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ

તીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ
નવી દિલ્હી, તા.6: આવતા વર્ષે ટોકિયોમાં રમાનાર ઓલિમ્પિકમાં ચંદ્રકની દાવેદાર ગણાતી આર્ચર (તીરંદાજ ખેલાડી) દીપિકા કુમારી ટારગેટ ઓલિમ્પિક સ્કીમ (ટોપ્સ)માં સામેલ થઇ છે. બીજી તરફ ડોપિંગમાં ઝડપાયેલ મહિલા બોકસર નિરજ ફોગાટ આ સ્કીમમાંથી બહાર થઇ ગઇ છે. જયારે 2પ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ઓલિમ્પિક કવોટા હાંસલ કરનાર મહિલા નિશાનેબાજ ચિંકી યાદવનો પણ ટોપ્સમાં સમાવેશ કરાયો છે. ચિંકીને તેજસ્વિની સાવંત, ઐશ્વર્યા તોમર અને મેરાજ ખાન સાથે સામેલ કરાઇ છે. તીરંદાજીમાં દીપિકા ઉપરાંત અંકિતા ભકત અને બોમ્બાયલા દેવી ટોપ્સમાં સામેલ છે.

Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer