ભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના

ભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના
જાન્યુઆરીમાં બન્ને દેશ વચ્ચે રમાનાર વન ડે શ્રેણી દરમિયાન રૂપરેખા તૈયાર થશે
મેલબોર્ન, તા.6: ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) 2020માં ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં એક નહીં બે ડે-નાઇટ ટેસ્ટ રમવાનો બીસીસીઆઇને અનુરોધ કર્યોં છે. બન્ને બોર્ડના અધિકારીઓ વચ્ચે જાન્યુઆરીમાં રમાનાર ત્રણ મેચની વન ડે શ્રેણી દરમિયાન આ ટેસ્ટ સિરિઝની રૂપરેખા પર વાતચીત થશે. રિપોર્ટ અનુસાર કોલકતામાં બંગલાદેશ વિરૂધ્ધના ડે-નાઇટ  ટેસ્ટમાં ભારતની જીત બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ પ્રસ્તાવને લઇને ઉત્સાહિત છે.
સીએના અધ્યક્ષ અર્લ અડિંગ્સની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળ 14 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલ બન્ને દેશ વચ્ચેની વન ડે શ્રેણી દરમિયાન બીસીસીઆઇના અધિકારીઓને મળશે. અડિંગ્સે કહયું છે કે ભારતમાં પહેલા ડે-નાઇટ ટેસ્ટની સફળતા બાદ ભારત ઓસ્ટ્રેલિયામાં પણ ગુલાબી દડાથી રમવાનું પસંદ કરશે. અમે એક નહીં બે મેચ રમવાનું આમંત્રણ બીસીસીઆઇને આપશું. અમે આવતા વર્ષે ભારત પ ટેસ્ટ રમવા ઓસ્ટ્રેલિયા આવે તેવું ઇચ્છીએ છીએ. જેમાંના બે મેચ ડે-નાઇટ હોય શકે છે.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer