અર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ

અર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ
મુંબઈ, તા. 6 : અૉલ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (એઆઈબીસી)ના ઉપક્રમે `અર્થતંત્રની મંદગતિ: કારણો અને ઉપાય વિષય ઉપર પરિસંવાદનું તાજેતરમાં રમેશભાઈ શાહના અધ્યક્ષપદે યોજાયો હતો. તેમણે સ્વાગત પ્રવચનમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર સ્પર્ધા ઉપર વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. તુલસી લીંગારેડ્ડી અને ડૉ. પી. કલ્લુરાવએ ઉપરોક્ત વિષય ઉપર સભ્યોને માર્ગદર્શન આપ્યું હતું. પ્રમોદભાઈ શાહે (વાઇસ ચેરમેન)એ કાર્યક્રમનું સંયોજન કર્યું હતું. માનદ મંત્રી હરીરામ ચોધરીએ આભાર વિધિ કરી હતી. અનિલભાઈ પારેખ, શરણભાઈ ખન્ના અને ઝુબીન લાકડાવાળા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer