બીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો

બીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો
મુંબઈ, તા. 6 : બીએસઈ સ્ટાર એમએફએ આ નાણાકીય વર્ષમાં નવેમ્બર 2019 સુધીમાં 26 ટકા ચોખ્ખો પ્રવાહ (1,88,953 કરોડમાંથી 48,947 કરોડ) મેળવ્યો છે. બીએસઈ સ્ટાર એમએફના વડા ગણેશ રામે કહ્યું કે, ``આ સિદ્ધિ બીએસઈનો બજાર હિસ્સો વધારવાના લક્ષ્યનું પ્રતીક છે.'' આવનારા દિવસોમાં બજાર હિસ્સો વધશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ``બીએસઈ ટૂંક સમયમાં પ્રતિ મહિને 50 લાખ ટ્રાન્ઝેક્શન અને પ્રતિ દિવસ 10 લાખ ટ્રાન્ઝેક્શનની સિદ્ધિ હાંસલ કરશે.''
રામે કહ્યું કે શ્રેષ્ઠ સપોર્ટ સિસ્ટમ અને વિતરણ પહોંચ સાથે બીએસઈ સ્ટાર એમએફ ઝડપી વૃદ્ધિ કરી રહ્યું છે અને આ પ્લેટફોર્મ ઉપર 55,000 ડિસ્ટ્રીબ્યુટર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ પ્લેટફોર્મે પ્રતિ મહિને 46.76 લાખ અને પ્ર દિવસ 7.84 લાખ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરવાની સિદ્ધિ મેળવી છે. 
આ વર્ષમાં એપ્રિલથી નવેમ્બર 2019 દરમિયાન બીએસઈ સ્ટાર એમએફએ રૂા. 1.17 લાખ કરોડના 3.41 કરોડ ટ્રાન્ઝેક્શન કર્યાં છે જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 56 ટકા વધારે છે. આ ગાળા દરમિયાન મોબાઈલ ઍપે 1367 કરોડના મૂલ્યના 1.41 લાખ ટ્રાન્ઝેક્શન ઉમેર્યાં છે.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer