લોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી

2008મા એસિડ એકેટના ત્રણ આરોપીનું ઘટનાસ્થળે થયું હતું એન્કાઉન્ટર
હૈદરાબાદ, તા. 6 : હૈદરાબાદમાં મહિલા ડોક્ટર ઉપર સામૂહિક બળાત્કાર અને હત્યાના આરોપીના એન્કાઉન્ટરની ઘટનાએ લોકોમાં વારંગલ એન્કાઉન્ટરની યાદ તાજી કરી  છે. 2008મા વારંગલમાં એક યુવતી ઉપર એસિડ એટેક થયો હતો. હુમલાના 
ત્રણ આરોપીઓને પોલીસે હૈદરાબાદ જેવા જ એક એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. સંયોગથી તે સમયે વારંગલના એસપી વીસી સજ્જનાર જ હતા. જેઓ અત્યારે સાઈબરાબાદ પોલીસ કમિશનર છે. 
2008મા વારંગલમાં પોલીસે ઘટના સ્થળે જઈને એન્કાઉન્ટર કર્યું હતું. આરોપીઓ અમુક સમયથી એક યુવતીની પજવણી કરી રહ્યા હતા. શાળાએથી ઘર જતા પીછો કરતા હતા. યુવતીએ વિરોધ કરતા ત્રણ શખસે એસિડથી હુમલો કર્યો હતો. આ ઘટના બાદ જોરદાર વિરોધ ઉઠયો હતો. જો કે એક દિવસ બાદ અચાનક સમાચાર આવ્યા હતા કે પોલીસ એન્કાઉન્ટરમાં ત્રણેય આરોપી ઠાર થયા છે. સાઈબરાબાદમાં ચાર આરોપીઓના એન્કાઉન્ટર બાદ 1996 બેચના આઈપીએસ ઓફિસર વીસી સજ્જનારને લોકો હિરો કહી રહ્યા છે તો અમુક લોકો સજ્જનારની ભૂમિકા ઉપર સવાલ પણ ઉઠાવી રહ્યા છે. એક યુઝરે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, 2008મા વારંગલમાં એસપી તરીકે એસીડ એટેકના આરોપીનું એન્કાઉન્ટર અને હવે હૈદરાબાદમાં પોલીસ કમિશનર તરીકે બળાત્કારના આરોપીનું એન્કાઉન્ટર. વીસી સજ્જનાર સાચા હિરો છે.

Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer