મોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ! રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે

મુંબઈ, તા. 6 : લોકલ ટ્રેનોની ટિકિટ માટે ટિકિટબારીઓ પર લાગતી કતારો હજી પણ બહુ ઓછી થઈ નથી તેમ છતાં અનેક પ્રવાસીઓ ધીમેધીમે મોબાઈલ ઍપ દ્વારા ટિકિટ કઢાવવા પર પસંદગી ઊતારી રહ્યા છે. મધ્ય રેલવેમાં યુટીએસ મોબાઈલ ઍપ દ્વારા દરરોજ 75 હજારથી વધુ ટિકિટો વેંચાઈ રહી છે અને તેમાં થાણેકર ઈ-ટિકિટ કઢાવવામાં સ્માર્ટ પુરવાર થયા છે એ બાદ ઐરોલી, સીએસએમટી, અને કલ્યાણના પ્રવાસીઓનો નંબર આવે છે. મોબાઈલ ઍપ પરથી લોકલ ટિકિટો કઢાવવાની યોજનાનો પ્રારંભ લગભગ ત્રણેક વર્ષ પહેલાં થયો હતો. શરૂઆતમાં ટેક્નિકલ અડચણો ઊભી થઈ હતી. તે દૂર કરવામાં આવી હતી. આ ઍપ પર પેપરલેસ અને એટીવીએમ પર જઇને ટિકિટની છાપેલી નકલ મેળવવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
થાણેમાં ટિકિટબારીઓ, જેટીબીએસ અને એટીવીએમમાંથી કઢાવવામાં આવતી કુલ 82 હજાર ટિકિટોમાંથી 4587 ટિકિટો મોબાઈલ ઍપમાંથી કાઢવામાં આવે છે. એ બાદ ઐરોલીમાંથી 2104 ટિકિટો, સીએસએમટી સ્ટેશનથી રોજ 1970 ટિકિટ મોબાઈલ ઍપમાંથી કઢાવાય છે. કલ્યાણથી રોજ 1681, કુર્લાથી 1587, ડોમ્બિવલીથી 1683, વાશીથી 1331 અને બેલાપુરથી રોજ 924 ઈ-ટિકિટો કાઢવામાં આવે છે.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer