અમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર

બે મૃત્યુ, હુમલાખોર પણ ઢેર
વોશિંગ્ટન, તા.6: અમેરિકામાં પેન્સાકોલા સ્થિત નૌસેના મથક ઉપર આજે એક બંદૂકધારીએ કરેલા ગોળીબારમાં 2 લોકોનાં મોત થયા હતા. જ્યારે અન્ય 10 ઘવાયા છે. હુમલાખોર સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં તેને પણ ઠાર મારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પેન્સાકોલા અમેરિકાનું ઐતિહાસિક નૌકાદળ મથક છે અને તેમાં 2પ હજાર જેટલાં સૈન્ય અને અસૈન્ય કર્મચારીઓ કામ કરે છે. આ મહત્ત્વનાં મથકમાં થયેલા આ ગોળીબાર આતંકવાદી ઘટના છે કે નહીં તેની હજી સુધી કોઈ પૂષ્ટિ મળી નથી.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer