આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો

અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 6 : ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કાર્યરત રાજ્ય સરકારે વ્યાપક જનહિત તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારાની જોગવાઈઓ અમલી કરવાનો નિર્ણય કર્યો છે.
વિજયભાઈ રૂપાણીએ આણંદ જિલ્લા કલેક્ટર તરફથી રાજ્ય સરકારને પ્રાપ્ત થયેલી દરખાસ્તની ગહન વિચારણા બાદ આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાના નિર્ણયને મંજૂરી આપી છે.
મુખ્ય પ્રધાનના આ નિર્ણય અનુસાર આણંદ શહેરના નાની ખોડિયાર, ગાંગદેવ નગર, મોટી ખોડિયાર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, રાધા સ્વામી સત્સંગ, ઈંછઈંજ હોસ્પિટલ, લાંભવેલ રોડ, રેલવે સ્ટેશનની સામેનો વિસ્તાર, ગુજરાતી ચોક, પોસ્ટ ઓફિસ, આણંદ નગરપાલિકા, ગામડીવાડ, કિશોર પ્લાઝા, અમૂલ ડેરી રોડ, ચરોતર બૅન્ક, લક્ષ્મી સિનેમા, મેફેર રોડ, જૂના રોજ પાસે નરીમાન કોમ્પલેક્સ તથા જૈન ઉપાશ્રય નજીકના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો છે.
આ ઉપરાંત આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ, સી.પી. કોલેજ, 100 ફૂટના રોડ, રોયલ પ્લાઝા, ઈન્દિરા સ્ટેચ્યૂ, ગ્રિડ, પિપલ મેડિકેર સોસાયટી, બેઠક મંદિર, જૈન સોસાયટી, મહાવીર પાર્ક, મહાવીર સોસાયટી સામેના વિસ્તાર, આણંદ વિદ્યાનગર રોડ, ટાઉન હોલ, પંચાલ હોલ, ગોપી સિનેમા વિસ્તાર, અવકુડા રોડ, બિગ બજાર, 80 ફૂટના રોડ, ડી. ઝેડ. હાઈસ્કૂલ, ઋતુ આઈસક્રીમ, એચ. એમ. પટેલ સ્ટેચ્યૂ, મોતીકાકા ચાલી પાસેનો વિસ્તાર તેમજ ઝાયડસ હૉસ્પિટલ, પનઘટ હોટલ, નિશાંત આઇ હૉસ્પિટલ, હિમાલયા હૉસ્પિટલ તથા હિમાલયા ટાઉનશિપ પાછળના વિસ્તારમાં અશાંત ધારાની જોગવાઇઓ અમલી બનાવાઈ છે.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer