તબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી

હૈદરાબાદ, તા. 6: અહીંની પશુતબીબ સાથેના ગોઝારી દુર્ઘટના સાથે સંકળાયેલા ચાર નરાધમોને એનકાઉન્ટરમાં ઠાર કર્યા બદલ પશુતબીબ યુવતીના કુટુંબે તેલંગણ પોલીસને બિરદાવી છે. તેલંગણ પોલીસ પ્રતિ કૃતજ્ઞતા વ્યકત કરતા તબીબયુવતીના પિતાએ જણાવ્યુ હતું કે મારી પુત્રીના આત્માને હવે શાંતિ મળશે. 
આ માટે હું પોલીસ અને સરકાર પ્રતિ કૃતજ્ઞતા વ્યકત કરું છુ. મને તો મારી પુત્રી પાછી મળવાની નથી, પરંતુ આનાથી એક મજબૂત સંદેશ મોકલાયો છે. આનાથી ગુનેગારોમાં ખોફ પેદા થશે અને મારી પુત્રીએ જે યાતનામાંથી પસાર થવું પડયું તેવું કરવાની ગુનાખોરો હિંમત નહી કરે.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer