કેવી રીતે થયું એન્કાઉન્ટર?

હૈદરાબાદ, તા. 6 : હૈદરાબાદની મહિલા તબીબના બળાત્કારીઓના એન્કાઉન્ટરને લઈને હૈદરાબાદ પોલીસ કમિશનર વી.સી. સજ્જનારે સમગ્ર ઘટનાક્રમની જાણકારી આપી હતી. 
તેમના જણાવ્યા અનુસાર દુષ્કર્મના રિકન્સ્ટ્રક્શન માટે અમે આરોપીઓને જેલથી બહાર કાઢીને પરોઢે ઘટનાસ્થળે લઈ ગયા હતા.પીડિતાના મોબાઈલ, પાવર બેન્ક અને ઘડિયાળ પણ કબ્જે કરવાના હતા. દસેક પોલીસ સાથે હતા અને આરોપીઓને હાથકડી પહેરાવી નહોતી. એ દરમ્યાન બે આરોપી મોહમ્મદ આરિફ અને ચિન્તાકુટાએ બે પોલીસના હાથમાંથી બે હથિયાર છિનવીને ભાગવાની કોશિશ કરી. તેમણે ગોળી ચલાવવાનું શરૂ કરી દીધું.
મોહમ્મદ આરિફે ચલાવેલી ગોળીથી એક એસઆઈ અને એક કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. આરોપીઓએ પથ્થર અને લાકડી વડે પણ હુમલા કર્યા. 5.45થી 6.15 વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. પોલીસે સ્વબચાવમાં ગોળીઓ ચલાવી અને ચારેય આરોપીને ઢેર કરી દીધા. પાંચથી દસ મિનિટ સુધી અથડામણ જારી રહી હતી. આ એન્કાઉન્ટરમાં બે પોલીસ ઘવાયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer