હૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર

હૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર
કાયદા અનુસાર નહોતું ઉજ્વલ નિકમ
મુંબઈ, તા. 6 : હૈદરાબાદમાં બળાત્કાર અને હત્યાના આરોપીઓનું પોલીસે કરેલું એન્કાઉન્ટર કાયદા અનુસાર નહોતું. ઝટપટ ન્યાય મળે એનો આનંદ કરવો સ્વાભાવિક છે પરંતુ આવો ન્યાય તો ચંબલના ડાકુઓ પણ કરતા હતા. આખરે તેઓ ડાકુઓ હતા એમ જાણીતા ધારાશાત્રી ઉજ્વલ નિકમે જણાવ્યું હતું.
ઉજ્વલ નિકમે ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, આ ઍન્કાઉન્ટર કાયદા અનુસાર નહોતું. મારી નાખવામાં આવેલા આરોપીઓ પોલીસ પાસેનાં શત્રો લઈને દોડતાં હતાં અને તેઓએ પોલીસો ઉપર હુમલો કર્યો હોવાનું કહેવાય છે. જોકે, તેમાં શંકાને અવકાશ છે. વાસ્તવમાં પોલીસની અટકાયત હેઠળના આરોપીઓના હાથમાં બેડીઓ હોય છે. આમછતાં તેઓએ શત્રો આંચકી લીધાં એવું માની લઈએ તો પણ ગોળીબાર યોગ્ય નહોતો. પ્રત્યેક વ્યક્તિને સ્વ સંરક્ષણનો અધિકાર છે તે રીતે પોલીસને પણ છે. આ અધિકાર ક્યારે વાપરવો તેના પણ કેટલાક માપદંડ છે. જો કોઈનો જીવ જતો હોય તો જ તે સામી વ્યક્તિનો જીવ લઈ શકે છે. આ પ્રકરણમાં હજી સુધી અધિકૃતરીતે એવું કંઈ કહેવામાં આવ્યું નથી. સામાન્ય નાગરિકોએ આજના પોલીસ ઍન્કાઉન્ટર બદલ પોલીસને અભિનંદન આપે છે. નાગરિકો માને છે કે ન્યાય થયો છે. નાગરિકોને સંતોષ લાગે એટલે પોલીસ આ પ્રકારનાં કૃત્યો કરવાનું નક્કી કરે તો દેશમાં અરાજક્તા ફેલાશે. કાયદા દ્વારા પ્રસ્થાપિત કરાયેલું રાજ્ય એ સંકલ્પના જ નાશ પામશે. ન્યાય ઝડપથી મળતો નથી. એવી લોકોમાં સમજ હોવાથી ઍન્કાઉન્ટરથી તેઓને ખુશી થાય છે. તેથી ન્યાય ઝડપથી મળે એ માટે સરકાર અને સબંધતિ યંત્રણાએ પ્રયત્ન કરવા જોઈએ. અનેક વર્ષ કેસ ચાલ્યા પછી આરોપી નિર્દોષ છૂટી જાય એવા કિસ્સા પણ બને છે. તેથી સરકારે તે વિશે અંતરમુખ થઈને વિચારવું જોઈએ એમ નિકમે ઉમેર્યું હતું.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer