મુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો

મુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો
મુંબઈ, તા.6 : ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પણ મુંબઈમાં ઠંડી નથી અને લોકોને એસી કે પંખા વગર ન ચાલે એટલી ગરમી છે. તળ મુંબઈમાં બેસ્ટની વીજળીના વપરાશ પરથી આ વાત સાબિત થાય છે. ગયા વર્ષે પાંચ ડિસેમ્બર સુધીમાં પ્રત્યેક ઘરમાં વીજળીનો સરેરાશ વપરાશ પાંચસો મેગાવૉટ હતો તેની સરખામણીએ આ વર્ષે બેસ્ટે પ્રત્યેક ઘરમાં સરેરાશ 760 મેગાવૉટ વીજ પુરવઠો આપ્યો છે. બેસ્ટના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે અૉક્ટોબર અને નવેમ્બરમાં પણ કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક હતી, પરંતુ ડિસેમ્બરમાં તો શિયાળાની ઠંડીના બદલે ગરમીનું પ્રમાણ વધ્યું છે. બેસ્ટ તળ મુંબઈમાં કોલાબાથી સાયન અને માહિમ સુધીના વિસ્તારમાં વીજ પુરવઠો આપે છે. 
આનો અર્થ એ થયો કે બેસ્ટના 10.36 લાખ ગ્રાહકોને આ મહિને વીજળીના બિલ વધુ આવશે. ડિસેમ્બર એકથી ચાર સુધીમાં બેસ્ટ દ્વારા એકત્ર કરાયેલા આંકડા પ્રમાણે પ્રત્યેક ઘર દીઠ સરેરાશ 756 મેગાવૉટ વીજળીનો ઉપયોગ થયો છે. બેસ્ટના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વધતા તાપમાનના કારણે આ પરિસ્થિતિ છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી શિયાળો શરૂ થઇ જવો જોઇએ.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer